થરાદમાં રાત્રે વિજય બિઝનેસ શોપિંગની દુકાનોમાં ચોરી કરનારા બે ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-16 11:51:40
  • Views : 575
  • Modified Date : 2020-07-16 11:51:40

થરાદના વિજય બિઝનેસ શોપિંગ સેન્ટરમાં એક સપ્તાહ પહેલા પાંચ જેટલી દુકાનોના તાળા તોડી ચોરી થવા પામી હતી. જેમાં વેપારીઓએ પોલીસ મથકે ગુન્હો નોંધાવતા પોલીસે ચોરી કરનારા બે શખ્સોને ઝડપી લીધા હતા.થરાદના વિજય બિઝનેસ શોપિંગ સેન્ટરમાં એક સપ્તાહ પહેલા પાંચ જેટલી દુકાનોના તાળા તોડી ચોરી થવા પામી હતી. જે અંગેની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા થરાદ પોલીસને બાતમી મળતાં  ઢીમા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.જેમાં બે ઇસમો આવતા તેને પકડી પુછપરછ કરતા બન્ને ઇસમોએ વિજય બિઝનેસ સેન્ટરમાં ભગવતી ફેશન રેડીમેડ કાપડની દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી નાઇટી,પર્સ, બોડી સ્પ્રે, સ્પ્રે તથા પેન્ટ-શર્ટનું કાપડ, જીન્સ પેન્ટ,ટી-શર્ટ, શર્ટ,બનીયાન,હાથરૂમાલ, ચસ્મા તથા આધારકાર્ડની ચોરી કરેલાની કબુલાત કરતા આરોપી હિતેશભાઇ નાનજીભાઇ પરમાર તથા દિનેશભાઇ છગનભાઇ પરમાર (બન્ને રહે.ટડાવ, તા.વાવ) ને ઝડપી પુછપરછ કરતા તેઓની પાસેથી  રોકડ રકમ રૂપિયા 2500 તેમજ  રૂ.16000 ના મુદ્દામાલ સાથે ઝડપી જેલના હવાલે કરાયા હતા. 

Download Our B K News Today App



Related News