અમદાવાદ એરપોર્ટ નજીક નશાના કારોબારનો પર્દાફાશ, PCBએ ઝડપી દારૂની ભઠ્ઠી, બુટલેગર માતા અને પુત્ર ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-19 14:45:07
  • Views : 277
  • Modified Date : 2022-06-19 14:45:07

 

અમદાવાદમાં એરપોર્ટ નજીક PCBએ કોતરપુરમાં રેડ દરમિયાન સાબરમતી નજીકથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. આ ભઠ્ઠી પર PCBએ દરોડા પાડીને હજારો લિટર દેશી દારૂ અને દારૂ બનાવવાની સામગ્રી કબજે કરી છે. તદુપરાંત કેટલીક વસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ભઠ્ઠી ચલાવનાર મા (મહિલા બુટલેગર) અને તેનો દીકરો હાલમાં ફરાર છે. પોલીસે તેઓની વિરૂદ્ધ ગુનો નોંધીને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરશે.

મળતી વિગતો અનુસાર, અમદાવાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં કોતરપુર ટર્નિંગની બાજુમાં આવેલ સાબરમતી નદીના પટની ડાબી બાજુ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલી રહી હતી. ત્યારે આ મામલે PCB ને બાતમી મળતા PCBએ ઘટનાસ્થળે રેડ પાડી. અહીં જમીનમાં દટાયેલા પીપડામાં દારૂ બનાવવામાં આવતો. જેમાંથી 9700 લિટર દેશી દારૂનો વૉશ મળી આવ્યો કે જેનો સ્થળ પર જ નાશ કરાયો.

 

 

Download Our B K News Today App



Related News