શિક્ષિકા ડ્રાયવીંગ શીખતા વિદ્યાર્થીનીનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 15:08:03
  • Views : 598
  • Modified Date : 2020-03-01 15:08:03

શિક્ષિકા ડ્રાયવીંગ શીખતા વિદ્યાર્થીનીનું મોત

આપણી રાજ્ય સરકાર વાંચે ગુજરાતનું કેમ્પેઇન ચલાવી રહી છે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવેલી શાળાઓમાં બાળકો ભણી શકે અને જીવન આગળ લઇ જઈ શકે તે માટે સરકાર દ્વારા અનેક ગામોમાં સરકારી શાળાઓ શરૂ કરવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં પણ આવી ઘણી શાળાઓ આવેલી છે. જ્યા બાળકો આસપાસના પહાડી વિસ્તારોથી ૨ -૩  કિલોમીટર દૂરથી આવી શાળામા અભ્યાસ કરવા આવે છે. તો બીજી તરફ સરકારી સ્કૂલના જ શિક્ષિકા શાળામાં પોતાનું કામ છોડીને કાર શીખી રહ્યા હતા અને આ કારથી ચાલુ શાળામાં બાળકી મૃત્યુ પામે ત્યારે બાળકીને હોÂસ્પટલ લઇ જવાની જગ્યાએ પોતે ભાગી જાય તે બાબત ગંભીર ગણાય રહી છે. આવો જ એક શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો અંબાજી પાસે પહાડોમાં આવેલી રાણપુર આંબા ગામ સરકારી શાળામાં બનવા પામ્યો છે.અંબાજીથી ૧૦ કિલોમીટર દુર બનાસકાંઠા જિલ્લાના રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા ખ્યાતિ બેન ઉપાધ્યાય શુક્રવારે સાંજે ૫ વાગે આસપાસ ચાલુ શાળા દરમ્યાન કાર શીખી રહ્યા હતા  અને તેમને કાર આજ શાળાના શિક્ષક શીખવાડી રહ્યા હતા. ત્યારે  શાળાનાં કંપાઉન્ડમાં પૂરઝડપે કાર હંકારતા એક વિદ્યાર્થીર્નીને કારની ટક્કર વાગતા ઘટનાસ્થળે જ તેનુ મોત નીપજ્યુ હતુ. ત્યારબાદ આ શાળાની શિક્ષિકા ખ્યાતીબેન ઉપાધ્યાય અને અન્ય શિક્ષકો  ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. તેમને બાળકીને હોÂસ્પટલ લઇ જવાની પણ દરકાર લીધી ન હતી. આ ઘટના બાદ આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષે ભરાયા હતા. ઘટનાની જાણકારી મળતા અંબાજી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે આવી ગયો હતો અને બાળકીના પિતા  દ્વારા કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હજી સુધી ફરાર શિક્ષકો પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યા છે.  રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા ખ્યાતીબેન ચાલુ શાળા દરમ્યાન જ શાળાનાં પ્રાંગણમાં કાર શીખી રહ્યા હતા. આ દરમિયાન શિક્ષિકાએ વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી.અને ધોરણ ૩ માં અભ્યાસ કરતી પીજારીબેનનું ઘટના સ્થળે મોત થયું હતું. આ પીજારીબેન રાણપુર ચાડલી ફળીમાં રહેતી હતી.  રોજ શાળાએ અભ્યાસ કરવા આવતી હતી. આ સમગ્ર ઘટના બાદ હાલ શિક્ષિકા ગુમ થઇ ગયા છે. આ ઘટનાના રોષના પગલે આજે શાળા સ્વયંભૂ બંધ પાળ્યો હતો. આજે કોઇ વિદ્યાર્થીઓ આવ્યાં ન હતા કે કોઇ શિક્ષકો પણ આવ્યાં ન હતા. શુક્રવારે રાત્રીના સમયે બાળકીની લાશ સરકારી કોટેજ હોÂસ્પટલ ખાતે લાવવામાં આવી હતી અને શનિવારે સવારે લાશનું પીએમ કરાવ્યા બાદ લાશ વાલી વારસોને સોંપવામાં આવી હતી. આજે મોટી સંખ્યામા આદીવાસી સમાજના લોકો એકઠા થયા હતા અને બાળકીની હત્યારી શિક્ષિકાને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરતા હતા.


Download Our B K News Today App



Related News