દાંતીવાડાના મહુડી નજીક કાર અને બોલેરો અથડાતાં કારચાલકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 12:29:22
  • Views : 604
  • Modified Date : 2020-08-07 12:29:22

   રાજસ્થાનના મંડારના વતની બુધવારે પાલનપુર કામ પતાવી પરત રાજસ્થાન તરફ જતાં દાંતીવાડાના મહુડી નજીક સામેથી આવતી બોલેરો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારચાલકનું મોત થયું હતું. રાજસ્થાનના વતની ભરતભાઈ સોની તેમની અલ્ટો કાર નંબર જીજે-01-આરએલ-529માં બુધવારે કામ અર્થે પાલનપુર ગયા હતા. પાલનપુર કામ પતાવી પરત રાજસ્થાન તરફ જઇ રહ્યા હતા. ત્યારે દાંતીવાડાના મહુડી નજીક સામેથી આવી રહેલી બોલેરો ગાડી નંબર આરજે-24-યુએ-2140 અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અલ્ટો કારમાં સવાર ભરતભાઈ સોનીને ગંભીર ઈજાઓ થતાં પાલનપુર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ ગંભીર ઈજાઓના કારણે ભરતભાઈ સોનીનું કરૂણ મોત નિપજયું હતું. આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.

Download Our B K News Today App



Related News