ડ્રાઈવિંગ, બેન્કિંગ અને ટેક્સ સાથે જોડાયેલા 7 ફેરફાર આજથી લાગુ, લાઈસન્સ વગર ગાડી ચલાવવા પર 5 હજારનો દંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 12:41:56
  • Views : 620
  • Modified Date : 2019-09-01 12:41:56

આમ આદમી સાથે જોડાયેલા 7 ફેરફારો આજથી લાગુ થયા છે. મોટર વ્હીકલ એક્ટના નવા પ્રાવધાનો મુજબ દારૂપીને ડ્રાઈવિંગ કરનાર પર 10 હજાર રૂપિયાની પેનલ્ટી લાગશે. નાણાકીય વર્ષમાં બેન્ક અને પોસ્ટ ઓફિસના ખાતામાંથી કુલ એક કરોડ રૂપિયાથી વધુની રકમ નીકાળવામાં આવી તો 2% ટેક્સ લાગશે.

1.વાહનનો ઈન્શ્યોરન્સ ન હોય તો 2 હજાર રૂપિયા પેનલ્ટી

મોટર વ્હીકલ એક્ટ(એમેડમેન્ટ)-2019ના પ્રાવધાન લાગુ થઈ ગયા છે. લાઈસન્સ વગર ગાડી ચલાવવા બદલ 5 હજાર અને દારૂ પીને ગાડી ચલાવવા પર 10 હજારનો દંડ થશે. સીટ બેલ્ટ ન બાંધવા પર 1 હજાર રૂપિયા અને વાહનનો વીમો ન હોવા પર 2,000 રૂપિયા પેનલ્ટી લાગશે.

2.એસબીઆઈની હોમ લોન સસ્તી

હોમ લોન પર એસબીઆઈના નવા વ્યાજ દરો લાગુ થઈ ગયા છે. 30 લાખ રૂપિયા સુધીની લોન 8.25 ટકાની જગ્યાએ 8.05 ટકાના દરે મળશે. આ દર નવા ગ્રાહકો સિવાય હાલના ગ્રાહકો માટે પણ લાગુ થશે. એસબીઆઈએ તહેવારી સિઝનને જોતા સસ્તી લોન ઓફરની જાહેરાત થોડા દિવસો પહેલા જ કરી હતી.

3.એક કરોડ રૂપિયાથી વધુના વિડ્રોઅલ પર 2 ટકા ટેક્સ

કેશ લેવડદેવડના કામ કરવા માટે સરકારે બજેટમાં આ પ્રવધાનની જાહેરાત કરી હતી. તે હવે લાગુ થઈ ગયો છે. નાણાંકીય વર્ષમાં એક કે વધુ બેન્ક ખાતાઓ, સરકારી બેન્કો કે પોસ્ટઓફિસમાંથી કુલ 1 કરોડ રૂપિયાથી વધુની કેશ નીકાળવામાં આવે તો 2 ટકા ટીડીએસ કપાશે. જે લોકો 31 ઓગસ્ટ સુધી 1 કરોડની લિમિટ પુરી કરી ચૂક્યા છે તેમને હવે પ્રત્યેક વિડ્રોઅલ પર ટેક્સ આપવો પડશે.

4.ઈન્શ્યોરન્સ પોલીસીની મેચ્યુરિટી પર મળેલી રકમ પર 5% ટેક્સ

પ્રીમયમની કુલ ચૂકવણી સિવાય જે રકમ મળશે તેની પર ટેક્સ લાગશે. અત્યાર સુધી એ નિયમ હતો કે વાર્ષિક પ્રીમયમ ચૂકવણી સમ એશ્યોર્ડ કરતા 10 ટકાથી વધુ ન હોય તો મેચ્યુરિટી પર ટેક્સ લાગતો ન હતો.

5.ઓનલાઈન ટ્રેન ટિક્ટિબુકિંગ 15-30 રૂપિયા મોંઘુ

આઈઆરસીટીસીએ ટિક્ટિ બુકિંગ પર સર્વિસ ચાર્જ ફરીથી શરૂ કરી દીધો છે. નોન એસીની ટિક્ટિ પર 15 રૂપિયા અને એસી કલાસ પર 30 રૂપિયા સર્વિસ ચાર્જ લાગશે. તેની પર જીએસટી અલગથી લાગશે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકારે 3 વર્ષ પહેલા જ સર્વિસ ચાર્જ ખત્મ કર્યા હતા. તે સમયે નોન-એસીની ટિક્ટિ પર 20 રૂપિયા અને એસી પર 40 રૂપિયા લાગતા હતા.

6.પ્રોપર્ટીની વેલ્યુ 50 લાખથી વધુ હોય તો 1% TDS કપાશે

અચલ સંપતિની ખરીદી પર ટીડીએસ કાપની ગણતરીમાં કલબ મેમ્બરશીપ ફીસ, કાર પાર્કિંગ અને વિજળી-પાણીના ચાર્જની ચૂકવણીને પણ સામેલ કરવામાં આવશે. તેને મેળવીને કુલ વેલ્યુ 50 લાખ રૂપિયાથી વધુ છે તો ખરીદનારે ચૂકવણી પહેલા 1% ટીડીએસ કાપવો પડશે. બાદમાં સરકારને જમા કરાવવો પડશે.

7.પ્રોફેશનલને 50 લાખથી વધુની ચૂકવણી પર 5% ટેક્સ

કોઈ વ્યક્તિ કોન્ટ્રાકટર કે પ્રોફેશનલને 50 લાખ રૂપિયાથી વધુની ચૂકવણી કરે છે તો 5 ટકા ટીડીએસ કાપવો પડશે. એટલે કે ઘરના સમારકામ, લગ્નના કાર્યક્રમો કે પછી કોઈ અન્ય હેતુથી કોઈ કોન્ટ્રાકટર કે પ્રોફેશનલને ચૂકવણી કરવા પર ટેક્સ ચૂકવવો પડશે. સમગ્ર પેમેન્ટ પર ટીડીએસ ચૂકવવો પડશે. અત્યાર સુધી ખાનગી હેતું માટે ચૂકવણી કરવા પર ટીડીએસ કપાતો ન હતો.

Download Our B K News Today App



Related News