અમીરગઢ ખાતે ડા.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:42:25
  • Views : 409
  • Modified Date : 2019-04-15 06:42:25

વડોદરાના  ઉદારવાદી રાજવી સયાજીરાવ ગાયકવાડે એ વખતે બાબા સાહેબને ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા શિષ્યવૃત્તિ આપી મદદ કરી હતી. સામાજીક સમરસતાના પુરસ્કર્તા અને દુનિયાની  સૌથી મોટી લોકશાહીના બંધારણના ઘડવૈયા એવા ભારતરત્ન બાબ સાહેબ આંબેડકર ની ૧૨૧મી જન્મ જયંતિ નિમિત્તે અમીરગઢ ખાતે આવેલી આર.આર.વિદ્યાલયની સામે ડા.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ ઉજવણી સમિતિ અમીરગઢ દ્વારા આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.   આ પ્રસંગે અમીરગઢ રેલવે ફાટકથી લઇ અમીરગઢ નગરમાં ડી.જે. ના તાલે, જય ભીમના ઉદઘોષ  સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત દિપ પ્રાગટ્ય કરી સમિતિના આગેવાનો દ્વારા ફૂલહાર સાથે પ્રતિમાને ખુલ્લી મુકવામાં આવી હતી. આ શુભ અવસરે પૂર્વ આરોગ્ય મંત્રી દિનેશભાઇ પરમાર, સમિતિના કાર્યકર્તાઓ, નગરજનો તેમજ નામી અનામી લોકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સાથે સાથે આ પ્રસંગોપાત કોઇ અનિચ્છીય બનાવ  ન બને  તે માટે અમીરગઢ પોલીસ દ્વારા પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.  


Download Our B K News Today App



Related News