ચિંતા ના કરો, આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ જ વધારો નહીં, જાણો શું છે આજના ભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-11 10:44:26
  • Views : 208
  • Modified Date : 2022-04-11 10:44:26

આજ રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રખાયા

આજે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી લોકોને રાહત

બુધવારે 80 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો

 

સરકારી ઓઈલ કંપનીઓએ સોમવારે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આજે એટલે કે 11 એપ્રિલના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રાખવામાં આવ્યાં છે. સોમવાર સતત 5મો દિવસ છે કે જ્યારે ભાવમાં કોઈ જ ફેરફાર નથી થયો. અગાઉ 1 એપ્રિલે કિંમતોમાં કોઈ જ ફેરફાર થયો ન હતો. એટલે કે આજે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી લોકોને રાહત મળી છે. આ પહેલાં બુધવારે 80 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, 20 દિવસમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્રના પરભણીમાં 123.46 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં ડીઝલ 107.61 રૂપિયા પ્રતિ લિટર છે. આ સાથે પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ 91.45 રૂપિયા અને ડીઝલ 85.83 રૂપિયા પ્રતિ લિટર છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લીટર

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લીટર-ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લિટર છે. તો મુંબઈમાં પેટ્રોલ 120.51 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 104.77 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. કોલકાતામાં એક લિટર પેટ્રોલ અને ડીઝલની કિંમત અનુક્રમે રૂ. 115.12 અને રૂ. 99.83 છે. આ સાથે ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 110.85 રૂપિયા અને ડીઝલ 100.94 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

 

શ્રીગંગાનગરમાં પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 105.34 રૂપિયા પ્રતિ લિટર છે. ભોપાલમાં એક લિટર પેટ્રોલની કિંમત 118.14 રૂપિયા પ્રતિ લિટર તો ડીઝલની કિંમત 101.16 રૂપિયા પ્રતિ લિટર છે. પટનામાં પેટ્રોલ-ડીઝલ અનુક્રમે 116.23 રૂપિયા અને 101.06 રૂપિયા પ્રતિ લિટર છે.

આ રીતે ચેક કરો પેટ્રોલ-ડીઝલના ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓયલની કિંમતના આધાર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ અપડેટ થતાં રહે છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોમાં સમીક્ષા કર્યા બાદ રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈંડિયન ઓયલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે અલગ અલગ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની જાણકારી અપડેટ કરે છે. 

 

 

Download Our B K News Today App



Related News