દલિતના હાથે ખાવાનું નહીં લઈએ: ડિલિવરી બોયના મોં પર થુક્યા, દોડાવી દોડાવીને માર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-20 15:14:22
  • Views : 277
  • Modified Date : 2022-06-20 15:14:22

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક ડિલિવરી બોયના દોડાવી દોડાવીને મારવાનો કિસ્સો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફુડ ડિલિવરી કરવા ગયેલા એક યુવક પાસે આરોપીએ પહેલા તેની જાતિ પૂછી. બાદમાં ખાવાનું લેવાની ના પાડી દીધી. વિરોધ કરવા પર તેના મોં પર ગુટખાની પિચકારી થૂકી દીધી. એટલુ જ નહીં, ડિલિવરી બોયને દોડાવી દોડાવીને માર્યો અને તેનું બાઈક છીનવી લીધું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં એક ડઝન જેટલા લોકો વિરુદ્ધ એસસી-એસટી એક્ટ અંતર્ગત કેસ નોંધાયો છે. 

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર શનિવાર મોડી રાતે વીનિત કુમાર રાવત નામના ડિલિવરી બોય સેક્ટર એચમાં અજય સિંહના નામ પર ડિલિવરી લઈને પહોંચ્યો હતો. વિનીતે જણાવ્યું હતું કે, જેવો તે ઓર્ડર લઈને પહોંચ્યો, ત્યારે એક વ્યક્તિ બહાર આવ્યો અને તેનું નામ પૂછ્યું. નામ બતાવવા પર આરોપીએ કહ્યું કે, તે દલિતોના હાથનું ખાવાનું નહીં લે. જ્યારે વીનિતે તેને આ ઓર્ડર કેન્સલ કરવા માટે કહ્યું કે, તે નારાજ થઈને આરોપીએ ડિલિવરી બોયના મોં પર ગુટખાની પિચકારી મારી દીધી.

એટલું જ નહીં વિરોધ કરવા પર આરોપીએ તેના અમુક સાથીઓને બોલાવી ઼ડિલીવરી બોયનો ઘેરાવ કર્યો. તેનું બાઈક છીનવી લીધું. જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવી પોલીસને જાણ કરી. ઘટના સ્થળે પોલીસ પહોંચી અને યુવકનું બાઈક પાછુ અપાવ્યું હતું. આ કેસમા અજય સિંહ, અભય સિંહ સહિતના ડઝનબંધ લોકો વિરુદ્ધ એસસી-એસટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. 

 

 

Download Our B K News Today App



Related News