કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર સ્ટીકર ન લગાવો: સુપ્રીમ કોર્ટનો આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 12:09:29
  • Views : 403
  • Modified Date : 2020-12-09 12:09:29

    સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો નિર્ણય સંભળાવતા કહ્યું છે કે, હવેથી કોરોના દર્દીઓના ઘરની બહાર કોઈ પોસ્ટર લગાવવામાં આવશે નહીં. કોર્ટનું કહેવું છે કે, COVID 19 દર્દીઓના ઘરની બહાર, રાજ્ય સરકારના અધિકારીઓએ તેમની ઓળખ જાહેર કરતાં પોસ્ટર લગાવવાની જરૂર નથી. જ્યાં સુધી કોઈ સક્ષમ અધિકારી તરફથી કોઈ આદેશ ન મળે ત્યાં સુધી કોઈ પણ રાજ્યની સરકાર દ્વારા આ પ્રમાણે કોરોના દર્દીના ઘરની બહાર પોસ્ટર લગાવી શકશે નહીં.કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, અમારી કોઈ ગાઈડ લાઈન મુજબ સ્ટીકર લગાવવાની જોગવાઈ અગાઉ પણ નહતી, અત્યારે પણ નથી. આ મુદ્દે ગયા સપ્તાહે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોરોના દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવ્યા પછી તેમની સાથે અછૂત જેવું વર્તન કરવામાં આવે છે.

    કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું છે કે, આ કોઈ ફરજિયાત નિયમ નથી. આ પ્રેક્ટિસનો હેતુ કોરોના દર્દીઓને કલંકિત કરવાનો નથી પરંતુ આ વ્યવસ્થા અન્યોની સુરક્ષા માટે છે. સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું છે કે, કોરોના સંક્રમણને રોકવાના પ્રયત્નમાં અમુક રાજ્યોએ આ પદ્ધતિ અપનાવી છે.સરકારના જવાબમાં જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ આર શાહની બેન્ચે કહ્યું કે, ખરેખર હકીકત અલગ છે. આ મામલે વધુ સુનાવણી ગુરુવારે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે 5 નવેમ્બરે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, કોરોના દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવતા રોકવાની ગાઈડલાઈન જાહેર કરવા વિશે વિચારણાં કરવી જોઈએ. આ મામલે પિટીશનર કુશ કાલરાએ અપીલ કરી હતી. આ વિશે કોર્ટે સરકારને કોઈ નોટિસ જાહેર કર્યા વગર આદેશ કર્યા હતા.


Download Our B K News Today App



Related News