WTOમાં અમેરિકા સામે ભારતની હાર : 700 કરોડ ડોલરની નિકાસ સબસિડી ગેરકાયદે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 14:43:06
  • Views : 448
  • Modified Date : 2019-11-02 14:43:06

ભારત આ ચુકાદાને લઇને અમેરિકાની સામે ડબલ્યુટીઓમાં અપીલ માટે જઈ શકશે

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા.1 નવેમ્બર, 2019, શુક્રવાર

અમેરિકાએ ભારતની નિકાસ પ્રોત્સાહક યોજનાઓને પડકારી હતી. એમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને અમેરિકાની તરફેણમાં ચુકાદો આપીને ભારતને નિયમોમાં ફેરફાર કરવાનું જણાવ્યું હતું.

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમક્ષ અમેરિકાએ ભારતની વિરૂદ્ધમાં અરજી કરી હતી. સેટલમેન્ટ પેનલે આ અરજીનો નિકાલ કરતા કહ્યું હતું કે ભારતની નિકાસ પ્રોત્સાહક સ્કીમમાં આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ થાય છે. ભારતને આગામી ચાર મહિનામાં નવા નિકાસ પ્રોત્સાહક નિયમો બનાવવાની ભલામણ આ સમિતિએ કરી હતી.

અમેરિકાએ આ નિર્ણયનો આવકાર્યો હતો. અમેરિકાના પ્રતિનિિધ રોબર્ટે કહ્યું હતું કે અમેરિકાએ જે મુદ્દાને ધ્યાનમાં રાખીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમક્ષ રજૂઆત કરી હતી, તેનું પરિણામ મળ્યું છે. આ નિર્ણયથી અમેરિકાને ફાયદો થશે.

જોકે, ભારત પાસે આ ચુકાદા સામે અપીલ કરવાની હજુય પણ તક રહેશે. ભારત આગામી દિવસોમાં આ નિર્ણય વિરૂદ્ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે. 

અમેરિકાએ ગત માર્ચ મહિનામાં ભારત વિરૂદ્ધ ડબલ્યુટીઓમાં નિયમોના ભંગની અરજી કરી હતી. અમેરિકાની દલીલ હતી કે ભારતની નિકાસને લગતી ઈન્સેન્ટિવ યોજનાઓથી અમેરિકાના હિતોનું નુકસાન થાય છે. તે પછી ડબલ્યુટીઓની પેનલે બંને દેશોના પ્રતિનિિધઓની દલીલ સાંભળી હતી.

Download Our B K News Today App



Related News