હોસ્પિટલના 3 ડૉક્ટર સહિત 15 કર્મચારીને ડેન્ગ્યૂ, OPD 1400 ઉપર પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 13:19:35
  • Views : 526
  • Modified Date : 2019-08-30 13:19:35

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં નવા બિલ્ડીંગોનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. અહીં ભરાયેલા વરસાદી પાણીમાં ડેન્ગ્યૂના લારવા પનપી રહ્યા છે. ત્યારે ઝાયડસ હોસ્પિટલમાં હાલમાં 21 કર્મી બીમાર હોવાની માહિતી મળી છે તેમાંથી તબીબ સહિતના 15 કર્મીઓને તો ડેન્ગ્યુ થયાનું જાણવા મળ્યું છે. આ કર્મીઓનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાનો ગણગણાટ સંભળાય છે. જોકે, આ બાબતને કોઇ કારણોસર છુપાવવામાં આવી રહી છે.

એક દિવસની 1400ની OPD નોંધાય છે
થોડા દિવસ પહેલાં આરોગ્ય વિભાગની તપાસમાં સંખ્યાબંધ સ્થળેથી લારવા મળતાં હોસ્પિટલ અને કન્સ્ટ્રક્શન સાઇડના સુપરવાઇઝરને નોટિસ આપીને અહીં ફોગીંગ સહિતની કામગીરી કરી હતી. હોસ્પિટલ પરિસરમાં લારવા ડેન્ગ્યુનો રોગ ફેલાવતા મચ્છરોમાં પરિવર્તિત થઇ જતાં તે કર્મચારીઓને જ નિશાન બનાવી રહ્યા છે. તેથી કર્મચારીઓ જ બીમારીનો ભોગ બન્યા છે. રોગચાળો ચાલી રહ્યો છે ત્યારે લોકો સાજા થવાં માટે ઝાયડસમાં આવી રહ્યા હોવાથી એક દિવસની 1400ની ઓપીડી નોંધાઇ રહી છે અને દવાખાનામાં 400 દર્દી દાખલ છે.

બહારનો ખુલ્લો પ્લોટ ગટરના પાણીથી લથપથ
ઝાયડસ હોસ્પિટલની બહારના ભાગે સતત ધમધમતાં સ્ટેશન રોડ ઉપર જ પેટ્રોલપંપની બાજુના ખુલ્લા પ્લોટની બહારના ભાગે છેલ્લા કેટલાય દિવસથી બાજુમાંથી વહેતી ગટરમાં ઘન કચરાના ભરાવાને કારણે ગંદા પાણીથી લથપથ રસ્તો રહે છે. ચારેકોર ગંધાતા અને આસપાસ ગંદકી ફેલાવતા આ ભાગમાં વળી પાછળના ભાગથી ગટરની પાઇપ પણ ખુલ્લી મૂકી દેવાતા આવાગમન કરતા લોકો તકલીફમાં મુકાતા રહે છે. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ બેફામ વધ્યો હોવા છતાંય તંત્ર દ્વારા આ દિશામાં કોઈ પગલાં નહીં ભરતાં હોવાની બૂમ ઉઠી છે.

Download Our B K News Today App



Related News