ધાનેરા લીલાશાનગર સોસાયટીના મકાનમાં આગ લાગતાં દોડધામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 12:22:56
  • Views : 453
  • Modified Date : 2020-08-11 12:22:56

   શહેરના લીલાશાનગર સોસાયટીમાં એક મકાનમાં સોમવારે સવારે અચાનક આગ લાગતાં મકાનમાંથી આગના ગોટેગોટા નિકળતા સોસાયટીના રહીશોમાં અફરા તફરી મચી હતી. આગને લઇ ફર્નિચર સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. ફાયટરની ટીમે અડધો કલાક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.ધાનેરાના લીલાશાનગર સોસાયટીમાં રહેતા શકરભાઈ કરસનભાઈ ભીમાણીના મકાનમાં સોમવારે સવારે 11 વાગ્યાના સુમારે અચાનક અગમ્ય કારણોસર આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી.મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને ફાયર ફાયટરને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઓલવવા માટે કામગીરી હાથ ધરતા અડધા કલાકે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જેના કારણે ઘરનું ફર્નિચર પડેલ મોટાભાગની ચીજવસ્તુઓ નાશ પામતા મોટું નુકસાન થવા પામ્યું હતું. પરંતુ આ આગ લાગવાનું કોઇ કારણ મોડે સુધી જાણવા મળ્યું ન હતું.

Download Our B K News Today App



Related News