તબીબોનું કાળજું કંપે છે જ્યારે ફોન કરીને કહેવું પડે છે કે ‘તમારા સ્વજન હવે નથી રહ્યા, આઇ એમ સોરી’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-24 12:58:34
  • Views : 338
  • Modified Date : 2020-08-24 12:58:34

       ફિલ્મોમાં બતાવાતા આઇ એમ સોરી આ ત્રણ વાક્યો અન્યોને સાંભળવામાં ભલે સહજ લાગતા હોય છે પરંતુ આ વાક્યો બોલનારા અને સાંભળનારાની મનોસ્થિતિ અત્યંત નાજૂક હોય છે. કોરોના કાળમાં આઇ એમ સોરી કહેવા માટે કેટલીક ખાનગી હોસ્પિટલોમાં તો ડોક્ટર્સને સ્પેશ્યલ જવાબદારી સોંપવામાં આવી છે. કેમ કે આ દર્દીના સ્વજનને તેમના મોતના સમાચાર જણાવવા અઘરા નહીં પણ ખૂબ જ કઠિન છે. ફોનના સામે છેડે મૃતકના પુત્ર, પુત્રી, પત્ની, પતિ, ભાઈ, બહેન કે પિતા હોય છે. કેટલીક વખત તો આ સમાચાર આપનારા તબીબો પણ ડૂસકે ડૂસકે રડી પડે છે, આવા તબીબોનું કહેવું છે કે તેમને સૌથી વધુ દુ:ખ ત્યારે થાય છે જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલા કોઈ યુવકની માહિતી તેના પરિવારની આપવાની હોય છે.મોટાભાગના કેસમાં હોસ્પિટલ સતત એવી મોતની પૂર્વ ભૂમિકા બાંધે છે, જેમાં પરિવજનોને રોજ દર્દીની હેલ્થ અંગેની જાણકારી અપાય છે, જેમાં કહેવાય છે કે આજે જનરલ વોર્ડમાં છે, આઇસીયુમાં ખસેડયા છે, ઓક્સિજન લેવલ ઓછું છે, વેન્ટીલેટરની જરૂર પડી શકે, આજે વેન્ટીલેટર પર છે. ક્રીટીકલ છે અને છેલ્લે ખૂબ કોશિષ કરી પરંતુ બચ્યાં નહીં. તમે હોસ્પિટલ આવી જાઓ. ડો. સમીર ગામી કહે છે કે મોતના સમાચાર આપવા સૌથી દુખદ અને અઘરી બાબત છે. હવે કોરોના જ્યારે થોડો ઠંડો છે ત્યારે હાલ કેટલાંક દિવસથી કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલમાં એક શરૂઆત થઈ છે કે પીપીઇ કીટ પહેરનીને દર્દીને તેના સગાસબંધીઓ મળે છે. જેથી કોઈની વિદાય થઈ જાય તો નહીં મળવાનું દુખ ન રહે. કોરોનાની શરૂઆતમાં એવું ઘણા કેસમાં થયું કે દર્દી એકવાર હોસ્પિટલ ગયો અને પછી તેને સબંધીઓ મળી જ ન શક્યા.ડોકટર વિનોદ કહે છે કે, 70 કે 80 વર્ષના દર્દીના કેસમાં તો સતત પૂર્વ ભૂમિકા બાંધવામાં આવે છે, અને ફેમિલી પણ કેટલીકવાર સમજી જાય છે. પરંતુ યુવાન જ્યારે મોતને ભેટે ત્યારે ફોન કરવો જે તે વોર્ડના રેસિડેન્ટ ડોકટર માટે પણ અઘરું થઈ જાય છે. ફેમિલીને શું કહેવુ અને કેવી રીતે વાત કરવી એ ઘડી મુશ્કેલ હોય છે. છતાં મોટાભાગના કેસમાં ડોકટરો કહે છે કે ખૂબ ટ્રાઇ કરી, દર્દી સપોર્ટ કરતા નથી. આઇએમ સોરી, તમે હોસ્પિટલ આવી જાઓ.

Download Our B K News Today App



Related News