માવસરી સરકારી દવાખાનામાં ડોકટર,દવા સહિત સુવિધાઓ કરાતાં વર્ષો બાદ ડિલિવરી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-17 11:39:56
  • Views : 780
  • Modified Date : 2020-07-17 11:39:56

 આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય સરહદ ધરાવતું વાવ તાલુકાનું માવસરી ગામમાં સરકારી દવાખાનું પણ વર્ષોથી ચાલે છે પણ અહીં સુવિધાઓનો અભાવ તેમજ કાયમી મેડિકલ ઓફિસર ન હોઈ ડીલિવરી કરાવવામાં આવતી ન હતી. ત્યારે હવે આ સરકારી દવાખાનામાં ડોકટર તેમજ નર્સ, દવાઓ, પાણી જેવી સુવિધાઓ ઉભી થતા ડિલિવરી કરવવામાં આવી રહી છે. વર્ષો બાદ આ દવાખાનામાં માતાએ બાળકને જન્મ આપ્યો હતો. જેને લઈ લોકો તેમજ દવાખાનાના સ્ટાફમાં પણ આનંદ જોવા મળ્યો હતો.આજુબાજુના નવ ગામોને સરકારી દવાખાનાનો લાભ મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News