કોંગો ફિવરથી ત્રીજી મહિલાનું મોત, અમદાવાદના બે ડોક્ટર સહિત પાંચ દર્દીઓ સારવાર હેઠળ, હળવદના ત્રણ દર્દીઓ દાખલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 13:28:54
  • Views : 572
  • Modified Date : 2019-08-28 13:28:54

રાજ્યમાં હાલ કોંગો ફિવર માથું ઉંચકી રહ્યો છે. લીંબડી તાલુકાના જામડી ગામના સુખીબેન મેણીયા અને લીલાબેન સિંધવના કોંગો ફિવરથી મોત થયા બાદ આજે ભાવનગરમાં અમુબેન નામના વધુ એક મહિલાનું મોત થયું છે. આમ ત્રણ મહિલા કોંગો ફિવરનો શિકાર થઈ છે.ભાવનગરના કમળેજ ગામની મહિલાનું મોતભાવનગરના કમળેજ ગામની 25 વર્ષની મહિલા અમુબેનને તાવ આવતા તેને ગત 22 ઓગસ્ટના રોજ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તેના લોહીના નમૂના લઇ પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ મહિલાને વધુ સારવાર મળે તે પહેલા જ રાત્રે 2 વાગ્યે તેણીનું મોત થયું હતું. જેથી ફરજ પરના તબીબે તેને શંકાસ્પદ કોંગો ફિવરને કારણે મોત થયાનું જાહેર કર્યું હતું. પરંતુ ગઇકાલે પૂનાથી રિપોર્ટ આવ્યો તેમાં સત્તાવાર રીતે સ્પષ્ટ થયું હતું કે, મહિલાનું મોત કોંગો ફિવરને કારણે નીપજ્યું છે.બે ડૉક્ટર સહિત કોંગો ફિવરના 9 દર્દી સારવાર હેઠળઆ પહેલા 20 ઓગસ્ટના રોજ કોંગો ફિવરને કારણે મૃત્યુ પામેલા લીલાબેન સિંધવના સાસુને પણ કોંગો ફિવર થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ તેની સારવાર કરનાર નર્સના પણ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ કોંગો ફિવરના લક્ષણ ધરાવતા 9 લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. 9 દર્દીઓમાં હળવદના 3, એક રાયખડનો યુવાન, બે ડૉક્ટર, 2 પેરા મેડિકલ સ્ટાફ અને એક જામડી ગામની મહિલાનો સમાવેશ થાય છે.અલાયદો વોર્ડો ઉભો કરવી પડે એવી સ્થિતિસુરેન્દ્રનગર જિલ્લામાં કોંગોનો કહેર વકરી રહ્યો હોવાછતાં આરોગ્ય તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. હાલ રોજ કોંગો ફીવરના એકથી બે નવા કેસ સામે આવી રહ્યા છે. જેને પગલે કોંગો ફીવરનો અલાયદો વોર્ડ ઉભો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.એક જ ગામની ત્રણ મહિલાને કોંગો ફિવરસુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના જામડી ગામમાં જ ત્રણ મહિલાને કોંગો પોઝિટીવ અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા તેનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આમ આ એક જ ગામમાં ત્રણ મહિલાને કોંગો પોઝેટીવ આવી ચુકયા છે. જે પૈકી બેના મોત થઇ ચૂક્યા છે.ઈતરડી કોંગો ફિવરના ફેલાવાનું મુખ્ય કારણ, ડેન્ગ્યુ જેવા લક્ષણોકોંગો ફિવરના લક્ષણો શરૂઆતમાં ડેન્ગ્યુ જેવા જ હોય છે. આ કારણે મોટાભાગના લોકો તેને ડેન્ગ્યુ માની લે છે. પરંતુ પાછળથી બ્લડ ટેસ્ટ દ્વારા કોંગો ફિવરની પુષ્ટિ થાય છે. ઈતરડી નામની જીવાત કે જે મુખ્યત્વે ગૌશાળા, પશુઓની ગમાણ કે પશુપાલન થતું હોય તેવી જગ્યાએ જોવા મળે છે તે આ રોગની મુખ્ય વાહક છે. કોંગો ફિવર મુખ્યત્વે પશુઓમાં થતો રોગ છે. આવા રોગવાળા પશુને કરડીને ઈતરડી ત્યાં કામ કરતા માણસને કરડે તો તેના લોહીના વહન દ્વારા કોંગો ફિવરનો વાઈરસ માણસના શરીરમાં પ્રવેશે છે.આવું થયા કરે તો તે કોંગો ફિવર રોગના લક્ષણો હોઈ શકે

- માથું દુઃખવું
- સતત તાવ આવવો
- પીઠમાં દુઃખાવો
- સાંધા-પેઢુમાં દુઃખાવો
- ઊલટીઓ થવી
- આંખ ફરતે ચકામા પડવા
- ચહેરા પર કરચલીઓ પડવી
- ગળું છોલાઈ જવું, લાલ ચકામાંકોંગોની 1944માં પહેલીવાર ઓળખ થઈCrimean-Congo Hemorrhagic Fever એટલે કે CCHF એક વિષાણુજનિત રોગ છે. આ વાયરસ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકામાં ઘણો જોવા મળે છે અને હ્યાલોમા ટિક(ઈતરડી)માંથી ઉત્પન્ન થાય છે. આ વાયરસ સૌથી પહેલા વર્ષ 1944માં ક્રીમિયા નામના દેશમાં ઓળખાયો હતો. બાદમાં વર્ષ 1969માં કોંગોમાં રોગ દેખાયો. ત્યારથી આ રોગ કોંગો ફિવરથી ઓખળાયો. વર્ષ 2001માં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, કોસોવો, અલ્બાનીયા અને ઈરાનમાં ઘણો જોવા મળ્યો હતો. વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટ પ્રમાણે આફ્રિકા, યૂરોપ અને એશિયાના કેટલાય દેશોમાં કોંગો ફિવર જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News