લાખણી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની ઘટ ના કારણે દર્દીઓ ત્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-03 15:09:42
  • Views : 536
  • Modified Date : 2020-03-03 15:09:42

લાખણી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની ઘટ ના કારણે દર્દીઓ ત્રસ્ત

ગુજરાત સરકાર દ્વારા ગામડાઓમાં વસવાટ કરતા લોકોને આરોગ્યની ઉત્તમ સુવિધા મળી રહે તેના માટે અત્યંત આધુનિક અને સુવિધાસભર આરોગ્ય કેન્દ્રો બનાવેલ છે. તાલુકા મથક લાખણી ખાતે  પણ કરોડો રૂપિયાના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરેલ છે. આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરનાર તબીબો એટલે કે ડોક્ટરોની ઘટ કાયમ વર્તાઈ રહી છે. જેની રાડ તાલુકાની જનતા ઘણાં સમયથી કરી રહી છે તેમ છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંત તબીબો મુકવાના બદલે તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં રહે છે. ત્યારે  બપોર પછીના સમયે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર કરાવવા માટે આવ્યા હતા. ત્યારે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર હાજર ન હતા. લોકો લાંબા સમય સુધી લાઈનમાં બેસી રહીને ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. તે વખતે ત્યાં હાજર કોન્ટ્રાક્ટ પર રાખેલ માણસોએ જવાબ આપ્યો કે સાહેબ મીટિંગમાં ગયેલ છે અને બીજા કોઈ સાહેબ નથી. થોડીવાર પછી જ્યારે ડોક્ટર આવ્યા ત્યારે એમણે કહો કે હું ધુણસોલ ગામે પી.એચ.સી.ના કામે ગયો હતો. સરકારી કામ હતું. મારૂ કોઈ પર્સનલ કામ હતું નહીં હવે તરત જ નિદાન ચાલુ કરીએ છીએ. ત્યારે સરકાર આ બાબતે ગંભીરતા સમજીને માત્ર કરોડોનું બિલ્ડીંગ ઉભું કરવાથી સારવાર લોકોને નહીં મળે તેના માટે કરોડોના બિલ્ડિંગમાં સારવાર એટલે કે નિદાન કરવાવાળા નિષ્ણાંત ડોક્ટરોને પણ મૂકવા જોઈએ 


Download Our B K News Today App



Related News