કમોસમી માવઠા થી દિયોદરના અનેક ગામોમાં મોટું નુકશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-13 18:02:12
  • Views : 420
  • Modified Date : 2019-12-13 18:02:12

બનાસકાંઠા જિલ્લામાં આજે ફરી કમોસમી માવઠું થયું હતું. ખેડૂતોના ઊભા પાક પર માવઠાએ કહેર વરસાવતા વ્યાપક નુકશાન થયું છે.ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ઝોરદાર વાવાઝોડા અને કરા સાથે કમોસમી માવઠું થતાં ખેડૂતોને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેમ લાગી રહ્યું છે અને ખેડૂતો પર એક પછી એક કુદરતી આફતો કહેર વરસાવી રહી છે .પહેલા અતિવૃષ્ટિ બાદમાં તીડ નો આતંક એ પછી કમોસમી માવઠુ, ત્યારબાદ ઈયળો નો ઉપદ્રવ અને હવે ફરી પાછું કમોસમી માવઠા એ ખેડૂતો પાયમાલ બનાવી દીધા છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ સર્જાતા ગઈકાલે સાંજે બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો. અચાનક ભારે વાવાઝોડા સાથે કમોસમી માવઠું થયું હતું બનાસકાંઠા જિલ્લાના વાવ ,સુઇગામ ,ભાભર, દિયોદર અને ડીસા પંથકમાં કમોસમી માવઠું થયું હતું. એક મહિના અગાઉ પણ કમોસમી માવઠુ થતા દિયોદર અને વાવ અને ડીસા પંથક ના ખેડૂતોને એરંડા, મગફળી અને બટાટામાં અંદાજે 50 કરોડથી પણ વધુનું નુકસાન થયું હતું ત્યાર બાદ આજે ફરી કમોસમી માવઠુ થતા ખેડુત નુકશાની માથી ઊભો થતા જ ફરી પડી ભાંગ્યો છે સુઈગામ વિસ્તારમાં કમોસમી કરા સાથે આજે ફરી માવઠું થયું હતું જેના કારણે સુઈગામના કારોટી અને દિયોદરના નવા ગામમાં ભારે વાવાઝોડા સાથે કરાનો વરસાદ થતાં ખેડૂતો ઘરના પતરા પણ ઉડી ગયા હતા અને કરા નો વરસાદ થતાં ખેડૂતને ઘરવખરીને પણ નુકસાન થયો હતું, 100 -100 વર્ષ અધિખમ ઉભેલા ઘટાદાર વૃક્ષો ધરાશયી થઈ લોકોના ઘર પર તૂટી પડતા લોકોને ભારે નુકશાન થયું છે જો કે સદનસીબે જાન હાનિ ટળી છે અને લોકોએ મોત ના મુખમાંથી બહાર હોવાનો એહસાસ કર્યો હતો.દિયોદર અને ભાભર પંથક માં ભારે વાવાઝોડા એ મોટી તબાહી સર્જી હતી. દિયોદર અને ભાભર થી આજુબાજુના  ગામમાં જવા ના મોટાભાગના માર્ગ બંધ થઈ ગયા છે મારે વાવાઝોડા અને વરસાદને કારણે અને ઘટાદાર વૃક્ષો રોડ પર ધરાશાયી થતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકો ફસાઈ ગયા હતા , જ્યારે દિયોદર અને વાવ પંથક માં મોટાભાગે જીરું એરંડા અને કપાસનું વાવેતર થાય છે આ વર્ષે પણ આ વિસ્તારની અંદર ખેડૂતોએ  જીરું એરંડા નું મુખ્યત્વે વાવેતર કર્યું હતું  પરંતુ  કમોસમી માવઠાને કારણે ખેડૂતોનો ૯૦ ટકા પાક નાશ પામ્યો છે છેલ્લા એક મહિના થી ખેડૂતો દિવસ રાત કાળી મજૂરી કરી જીરું અને એરંડા ના પાકને તૈયાર કર્યો હતો પરંતુ ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફેરવી દીધું છે .... દિયોદર ના નવા ગામમાં રહેતા બાહુબલી પટેલે પણ તેમની 10 વીઘા જમીનમાં જીરુંનું વાવેતર કર્યું હતું અને છેલ્લા એક મહિનાથી તેઓએ દિવસ-રાત મજૂરી કઈ પાકને તૈયાર કર્યો હતો પરંતુ કમોસમી માવઠાને કારણે પાણી ભરાઇ જતાં તેમના ખેતરમાં વાવેલું તમામ જિલ્લામાં પાક નષ્ટ થઈ ગયો છે.વારંવાર થયેલ કુદરતી કહેરના કારણે ખેડૂતોના મોંમા આવલો કોળીયો  છીનવાઈ જાય છે અગાઉ પણ ખેડૂતોને કમોસમી માવઠાને કારણે  ભારે નુકશાન કર્યું હતું ત્યારબાદ ફરીથી ખેડૂતો માંડ માંડ બેઠા થવાની તૈયારીમાં હતા અને તેમનો પાક તૈયાર થવા આવ્યો હતો ત્યાં ફરી કમોસમી માવઠુ થતા ખેડૂતોની તમામ આશા અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યું છે  વારંવાર જે પ્રકારે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તેના કારણે ખેડૂતો પાયમાલીની કગાર પર આવીને ઊભા રહ્યા છે ત્યારે સરકાર ખેડૂતોને મદદ કરે અને ખેડૂતોને નુકસાન સામે વળતર આપે તેવી  જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની માંગણી છે

એક તરફ ખેડૂતો અગાઉ થયેલા નુકશાન માંથી દિનરાત કાળી મજૂરી કરી બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે બીજી તરફ કુદરત જાણે બદલો લેવા માંગતી હોય તેમ એક પછી એક માવઠા રૂપી આફતો વરસાવી રહ્યું છે ત્યારે હવે ખેડૂતોને આ કુદરતી આફતોમાં થી ક્યારે રાહત મળશે અને ફરી આ નુકસાન કેવી રીતે ભરપાઇ કરી શકશે તે જોવું રહ્યું......

Download Our B K News Today App



Related News