દિયોદરના બે યુવાનોનું દબદબાભેર સ્વાગત સન્માન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 14:07:11
  • Views : 503
  • Modified Date : 2020-03-04 14:07:11

દિયોદરના બે યુવાનોનું દબદબાભેર સ્વાગત સન્માન યોજાયું

સમગ્ર દેશમાં આર્મી /ભારતીય સેનામાં ફરજ બજાવતા તમામ સેનિકોને 

પોતાના માદરે વતનમાં ખાસ દરજ્જા થકી  માનભેર જોવાય છે. ત્યારે એવાજ માં ભારતીની સેવા નિવૃત થતા અને સમગ્ર દિયોદર તાલુકા અને રાવણા રાજપૂત સમાજનું ગૌરવ ગણાતા દિયોદરના રહેવાસી 

પરમાર વસંતભાઈ પુરાજી તેમજ પઢીયાર કમલેશભાઈ પ્રવિણભાઈ જે માં ભોમની રક્ષામાં ૧૭ વર્ષની સેવા પૂરી કરી  માદરે વતન પરત ફરતા  દિયોદર નગરજનો તેમજ રાવણા રાજપૂત સમાજ દ્વારા બન્ને આર્મી જવાનનું ભવ્ય સ્વાગત  ફુલહાર, શાલ, સાફો બંધાવી, વિવિધ મોમેન્ટો બુકે આપી સન્માનિત કરાયું  હતું.  બન્ને આર્મી જવાન પોતાના વતન દેશની સેવા કરી પરત ફરતા તેમને ઢોલ નગારા અને ડી.જે.ના તાલે દેશ ભક્તિના ગીતો સાથે ભવ્ય સ્વાગત શોભાયાત્રા કાઠવામાં આવી.  બંને આર્મી જવાન એકજ દિવસે રીટાયર્ડ થતા હોવાથી માદરે વતન ખાતે  વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બન્ને આર્મી જવાનના સ્વાગત સમગ્ર  બનાસકાંઠા જિલ્લામાંથી રાવણા રાજપૂત સમાજ તેમજ દિયોદર 

આસપાસના દરેક યુવા મંડળના યુવા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ફુલહાર, શાલ તેમજ વિવિધ મોમેન્ટોસ અને બુકે આપી સન્માનિત કરાયા હતા.


Download Our B K News Today App



Related News