દિયોદરના ચીભડા ગામે બોગસ તબીબ ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-08 17:09:30
  • Views : 457
  • Modified Date : 2020-02-08 17:09:30

દિયોદરના ચીભડા ગામે બોગસ તબીબ ફરાર 

બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબો સામે આખરે જિલ્લા આરોગ્ય અધિકારી ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા બોગસ તબીબોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જેમાં ફરી એકવાર આરોગ્ય વિભાગની ટીમ પહોંચે તે પહેલાં બોગસ મુન્નાભાઈ દવાખાનું બંધ કરી ફરાર થઇ જતા આરોગ્ય વિભાગે દવાખાનું સીલ કરી દીધું છે.

દિયોદર તાલુકામાં ઘણાં સમયથી બોગસ મુન્નાભાઈની હાટડીઓ ધમધમી રહી છે.  જેમાં આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના રૈયા ગામે બોગસ તબીબ અને અન્ય ડોકટર સામે કાર્યવાહી કરતા તાલુકામાં ધમધમી રહેલા બોગસ દવાખાનાના તબીબોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને કેટલા તબીબો દવાખાના બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેમાં દિયોદર તાલુકાના ચીભડા ગામે બોગસ તબીબ દ્વારા દવાખાનું ખોલી આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાની જાણ આરોગ્ય વિભાગને થતા આરોગ્ય વિભાગની  ટીમ ચીભડા ગામે પહોંચી હતી. જેમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચે તે પહેલા રમેશ એસ.વણકર નામનો બોગસ તબીબ દવાખાનું બંધ કરી ફરાર થઇ ગયો હતો. જેમાં કોતરવાડા  મેડીકલ ઓફિસરની ટીમ દ્વારા આ દવાખાનાને સીલ મારી દેવામાં આવ્યું હતું. જો કે એકાએક આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઇ તાલુકા મથકમાં બોગસ દવાખાના ખોલીને બેસેલા તબીબોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો. 


Download Our B K News Today App



Related News