આજથી ઓનલાઈન શિક્ષણમાં પણ દિવાળી વેકેશન, વિધાર્થીઓ અને શિક્ષકોને 21 દિવસ સુધી રજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-29 13:15:11
  • Views : 381
  • Modified Date : 2020-10-29 13:15:11

                    રાજ્યની પ્રાથમીક-માધ્યમિક શાળાઓમાં આવતી કાલ તા.29ને ગુરુવારથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હોવાથી વેકેશનના આ સમયગાળામાં વિદ્યાર્થીઓને અપાતું ઓનલાઈન શિક્ષણ બંધ રહેશે. જેથી વિદ્યાર્થીઓને પણ શિક્ષણમાંથી છુટકારો મળશે.જૂન મહિનાથી કોરોના વાયરસની મહામારીના ફુંફાડાના પગલે રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ઘેર-બેઠા ઓનલાઈન શિક્ષણ પુરું પાડવામાં આવી રહ્યું છે. શિક્ષણ બોર્ડના એકેડેમીક કેલેન્ડર મુજબ આ દિવાળી વેકેશન જાહેર કરાયેલ છે. જેથી સરકારી ગ્રાન્ટેડ સહિતની શાળાઓના શિક્ષકોને કાલથી 21 દિવસની રજા રહેશે. હવે શાળાઓ દિવાળી બાદ 19 નવેમ્બરથી ખુલશે.કેન્દ્ર સરકાર દ્વારા 15મી ઓક્ટોબરથી શાળા-કોલેજો ખોલવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી, પરંતુ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને કારણે દિવાળી પછી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે, મુખ્યમંત્રીના વડપણ હેઠળની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ અંગેની ચર્ચા શરૂ થઇ ગઇ છે, જેમાં પ્રાથમિક શાળાઓ અંગે હાલ કોઈ જ ચર્ચા-વિચારણા પણ સરકાર કરવા તૈયાર નથી. ગુજરાત સરકારે જ કોરોનાને કારણે નવરાત્રીથી દિવાળી સુધીના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂકીને પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો તહેવારોની ઉજવણી જ બંધ રાખવામાં આવી છે તો શાળા-કોલેજ શરૂ કરવાનો કોઈ પ્રયાસ સરકાર કરવા માગતી નથી, તેથી દિવાળી બાદ જ એ શરૂ થઈ શકે છે.કેન્દ્ર સરકારે અનલોક-5માં તબક્કાવાર સ્કૂલ-કોલેજો શરૂ કરવાની છૂટ આપી છે. જોકે આ મામલે આખરી નિર્ણય લેવાની સત્તા રાજ્યોને જ આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં દિવાળી વેકેશન પછી જ માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક તથા કોલેજોને ખોલવાની વિચારણા છે. આ મામલે વિવિધ પાસાઓની વિચારણા તથા તજજ્ઞો સાથે બેઠકો કરાયા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે અને એને આધારે ગુજરાત સરકાર માર્ગદર્શિકા પણ જાહેર કરશે.

Download Our B K News Today App



Related News