દિવાળી પહેલાં નગરો-મહાનગરો સહિતના માર્ગો, રસ્તા મરામતના કામો પૂર્ણ કરવા પડશે: CM રૂપાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-21 12:29:13
  • Views : 493
  • Modified Date : 2019-08-21 12:29:13

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં જ આગામી દિવાળી પહેલાં રાજ્યના નગરો-મહાનગરો સહિતના માર્ગો-રસ્તા મરામતના કામ પૂર્ણ કરવા અત્યારથી જ માસ્ટર પ્લાન આયોજન તૈયાર કરી દેવા આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, નગરો-મહાનગરોના સત્તાતંત્રો કામોની પ્રાયોરિટી નક્કી કરે. રાજ્ય સરકાર સ્થાનિક વિકાસકામો માટે નાણાંની કોઇ કચાશ રહેવા દેશે નહિ. રાજ્યની 162 નગરપાલિકાઓ, 8 મહાપાલિકાઓ અને બે શહેરી વિકાસ સત્તામંડળોને સર્વાંગી વિકાસકામો માટે રૂ. 2 હજાર કરોડની રકમના ચેક અર્પણ સમારોહના અધ્યક્ષસ્થાનેથી તેઓ સંબોધન કરી રહ્યા હતા. વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભૂતકાળમાં સરકારોને ઓવરડ્રાફટ લેવો પડતો, શહેર સુખાકારી અને નાગરિક સુવિધાના કામો માટે નાણાં પૂરતા ફાળવાતા ન હતા. તેમણે નગરોમાં 15 મીટર સુધીની ઊંચાઇના મકાનો-ઇમારતો માટે ઓનલાઇન નકશા પાસ કરવા, સ્લમ રી-ડેવલપમેન્ટ નિતીના કામો વેળાસર પાર પાડવા અને ગ્રીન કલીન સિટીઝ નિર્માણ માટે ઘરે-ઘરેથી ગાર્બેજ કલેકશન, ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન વગેરેની ભારપૂર્વક હિમાયત પણ કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નાગરિકોને રોજ-નિયમીત પીવાનું પાણી મળે, ડ્રેનેજ અને STPના કામો સત્વરે પૂર્ણ થાય, રિયુઝ અને રિસાયકલીંગ ઓફ ટ્રીટેડ વોટરનો ઉપયોગ તેમજ તળાવો ઊંડા કરવા જેવા જળસંચયના લાંબાગાળાના કામો દ્વારા સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટથી નગરોને રહેવાલાયક, માણવાલાયક બહેતરીન સુવિધાઓ આપવાનું આપણું લક્ષ્ય છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યના 45 ટકા નાગરિકો શહેરી વિસ્તારમાં વસે છે. એવા કરોડો નાગરિકોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે જેના પરિણામે જ ગુજરાત આજે દેશનું રોલ મોડલ બન્યું છે. તેમણે ઉમેર્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટીના પરિણામે આજે રાજ્યના નગરો-શહેરો વધુ સવલતોથી સજ્જ બન્યા છે. જેના પરિણામે વિવિધ રાજયો-દેશના પ્રતિનિધિઓ ગુજરાતી મુલાકાતેઆવી રહ્યા છે એ વધુને વધુ આવે તથા નગરોના વિકાસથી પ્રભાવિત થઇને આવા વિકાસ કામો તેમના રાજ્યો-દેશમાં હાથ ધરે એવા પ્રયાસો આપણે સૌએ કરવાપડશે.

Download Our B K News Today App



Related News