પાલનપુરમાં બેટી બચાવો, બેટી પઢાવો યોજનાની જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 11:56:54
  • Views : 466
  • Modified Date : 2020-07-29 11:56:54

  પાલનપુરમાં કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ અને સખી વન સ્ટોપ અંગેની મંગળવારે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટર સંદીપ સાગલેએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપતાં જણાવ્યું કે, ‘મહિલાઓના સર્વાંગી વિકાસ માટે આપણે સૌ સમર્પણભાવથી કામગીરી કરીએ. તેમણે સખી વન સ્ટોપ સેન્ટર, નારી સંરક્ષણ કેન્દ્રમાં આપવામાં આવતી સુવિધાઓમાં વધારો કરવા તથા બહેનોને વિવિધ કૌશલ્યવર્ધન તાલીમોથી સજ્જ કરી તેઓ આત્મસન્માન સાથે પોતાનું જીવન જીવે તેના પર ભાર મુક્યો હતો. આ માટે સંબંધિત વિભાગને લગતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમણે જણાવ્યું હતું.’

Download Our B K News Today App



Related News