બ.કાં.ની 6 નગરપાલિકાઓમાં વિકાસ કાર્યો માટે રૂ.8.25 કરોડના ચેક વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 12:40:18
  • Views : 607
  • Modified Date : 2020-08-08 12:40:18

     રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ચાલતી સરકાર પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ થયો છે. ત્યારે મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 155 જેટલી નગરપાલિકાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં વિકાસ કામો માટે રૂ.1065 કરોડની રકમના ચેક એનાયત કર્યા છે.પાલનપુરમાં કલેકટર કચેરી ખાતે 6 નગરપાલિકાઓને વિકાસ માટે રૂ.8.25 કરોડના ચેક જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમાર, ગુજરાત વેરહાઉસીંગ ચેરમેન મગનલાલ માળીના હસ્તે 6 પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ચેક આપ્યા હતા. જેમાં ડીસા અને પાલનપુર પાલિકાને 2.50 કરોડ જ્યારે ધાનેરા અને થરાદ પાલિકાને 1.12 કરોડ, ભાભર અને થરા પાલિકાને 50 લાખના ચેક એનાયત કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા, મહેશભાઇ પટેલ, કલેકટર સંદીપ સાગલે ઉપસ્થિત રહ્યાં હતાં

Download Our B K News Today App



Related News