લવ-જેહાદ પર ચર્ચાઃ દેશનાં 9 રાજ્યમાં બળજબરીપૂર્વક થતા ધર્મ પરિવર્તનને રોકવાનો કાયદો; પાકમાં એવું કરવા પર આજીવન કેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-30 13:43:41
  • Views : 872
  • Modified Date : 2020-11-30 13:43:41

    ‘હાલના કાયદાઓ’માં ‘લવ-જેહાદ’ શબ્દનો પરિભાષિત કરવામાં આવ્યો નથી. કોઈપણ કેન્દ્રીય એજન્સી દ્વારા ‘લવ-જેહાદ’ કોઈ મામલો સૂચિત કરાયો નથી.’ આ જવાબ છે ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીનો, જે તેમણે આ વર્ષે 4 ફેબ્રુઆરીએ કેરળમાં લવ-જેહાદના મામલે પુછાયેલા સવાલ અંગે જવાબ આપ્યો હતો.આનો ઉલ્લેખ એટલા માટે, કેમ કે કાયદામાં ‘લવ-જેહાદ’ નામનો કોઈ શબ્દ છે જ નહીં, આમ છતાં આજકાલ એની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ તો વટહુકમ લઈને આવ્યા છે. જોકે એ વટહુકમ લગ્ન માટે જબરદસ્તીથી ધર્મપરિવર્તનને રોકવા માટે લાવવામાં આવ્યો છે, પરંતુ એને લવ-જેહાદની વિરુદ્ધ જ માનવામાં આવે છે. હવે જ્યારે એના પર આટલી ચર્ચા શરૂ થઈ જ ગઈ છે તો એ જાણવું જરૂરી છે કે આપણા દેશનાં કેટલાં રાજ્યોમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તનને રોકવા માટેનો કાયદો છે? શું અન્ય દેશોમાં પણ એવા કાયદાઓ છે? અને શું એવો કાયદો બનવો ખરેખર શક્ય છે.આઝાદી અગાઉ બ્રિટિશ ઈન્ડિયાના સમયે જબરદસ્તીથી ધર્મ પરિવર્તનને રોકવા માટે કોઈ કાયદો નહોતો, પરંતુ એ સમયે પણ દેશનાં ચાર રજવાડાં રાજગઢ, પટના, સરગુજા અને ઉદયપુરમાં આ અંગેના કાયદા હતા. સૌપ્રથમ 1936માં રાજગઢમાં એવો કાયદો બન્યો, એના પછી 1942માં પટના, 1945માં સરગુજા અને 1946માં ઉદયપુરમાં કાયદો બન્યો. આ કાયદાનો હેતુ હિન્દુઓને ખ્રિસ્તીઓમાં પરિવર્તિત થતાં રોકવાનો હતો.

    આઝાદી પછી જબરદસ્ત ધર્મ પરિવર્તનને રોકવા માટે પ્રથમવાર 1954માં લોકસભામાં ‘ભારતીય ધર્માંતરણ નિયમન તથા નોંધણી બિલ’ લાવવામાં આવ્યું, પરંતુ એ પાસ ન થયું. એ પછી 1960 અને 1979માં પણ બિલ તો આવ્યાં, પરંતુ બહુમતીના અભાવમાં પાસ ન થઈ શક્યું.એ પછી 10 મે, 1995ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કુલદીપ સિંહ અને જસ્ટિસ આર. એમ. સહાયની બેન્ચે સરલા મુદગલ વિ. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના મામલે ધર્મના દુરુપયોગને રોકવા માટે ધર્મ પરિવર્તન પર કાયદો બનાવવાની સંભાવનાઓને શોધવા માટે એક કમિટી બનાવવાનું સૂચન આપ્યું હતું.આવું સૂચન એટલા માટે કે એ સમયે હિન્દુ પુરુષ એકથી વધુ લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મ કબૂલ કરી રહ્યા હતા, જ્યારે હિન્દુ મેરેજ એક્ટમાં જોગવાઈ છે કે જ્યાં સુધી પ્રથમ પત્ની જીવિત હોય અને છૂટાછેડા ન આપ્યા હોય ત્યાં સુધી બીજા લગ્ન થઈ ન શકે.સિનિયર એડવોકેટ ઉજ્જવલ નિકમ કહે છે, આપણા બંધારણમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તનને રોકવા માટે કોઈ કાયદો નથી. આપણા બંધારણમાં કોઈપણ પોતાની મરજીથી પોતાનો ધર્મ બદલી શકે છે. જોકે કાયદો એમ પણ કહે છે કે કોઈની ઈચ્છા વિરુદ્ધ અને કોઈને ડરાવી-ધમકાવીને તેનું ધર્મ પરિવર્તન કરવું ગુનો છે.અહીં ઉજ્જવલ નિકમ કહે છે, રાજ્યોની પાસે પોતાનો કાયદો બનાવવાનો અધિકાર હોય છે. જોકે વિધાનસભામાં પાસ થયા પછી રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થવા જરૂરી છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી જ કાયદો બને છે.મધ્યપ્રદેશમાં શિવરાજ સરકાર કથિત લવ-જેહાદને રોકવા માટે કાયદો લાવી રહી છે. તેનો વટહુકમ લાવી દેવાયો છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનું કહેવું છે કે ડિસેમ્બરમાં વિધાનસભામાં એને પાસ કરાવી લેવામાં આવે. જોકે મધ્યપ્રદેશની પાસે 1968થી જ કાયદો હતો, પરંતુ એ એટલો આકરો નહોતો, આથી આ કાયદાને બદલે સરકાર નવો કાયદો લાવી રહી છે.

     મધ્યપ્રદેશ ઉપરાંત ઉત્તરપ્રદેશની યોગી સરકાર પણ એના માટે કાયદો લાવી રહી છે. એનો વટહુકમ કેબિનેટમાં પાસ થઈ ચૂક્યો છે. આ કાયદામાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરવા પર 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. એમપી, યુપી ઉપરાંત કર્ણાટક, હરિયાણા, આસામમાં પણ કથિત લવ-જેહાદને રોકવા માટે કાયદો લાવવાની વાત થઈ રહી છે.ભારતના પડોશી દેશોમાં પણ જબરદસ્તીથી ધર્મ પરિવર્તનને રોકવા માટે કાયદો છે. નેપાળ, મ્યાંમાર, ભુતાન, શ્રીલંકા અને પાકિસ્તાનમાં આવા કાયદા છે. પાકિસ્તાનમાં સૌથી વધુ ધર્મ પરિવર્તનના કેસ સામે આવે છે, પરંતુ અહીં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા પર આજીવન કેદ સુધીની સજાની જ જોગવાઈ છે. અહીં મુસ્લિમ સમુદાય આ કાયદાને રદ કરવાની માગ કરતો રહ્યો છે.

Download Our B K News Today App



Related News