દિયોદર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને સંતવાણી કાર્યક્રમ યોજાયદિયોદર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 12:20:08
  • Views : 463
  • Modified Date : 2019-08-26 12:20:08

દિયોદર ખાતે  બ્લડ ડોનેશન કેમ્પ અને સંતવાણી કાર્યક્રમ યોજાયદિયોદર ખાતે ખાતે  જન્માષ્ટમીના રોજ સવારે નવ વાગે દિયોદર લોહાણા વાડી ખાતે અખિલ પરશુરામ પરિવાર દ્વારા આયોજિત પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શિરોમણી શ્રી આનંદ પ્રકાશ બાપુની ૧૪ મીપુણ્યતીથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભણશાળી ટ્રસ્ટ ડીસાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં સમાજના યુવાનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને ૫૧ બોટલ  રક્ત એકત્રિત કરીને સમાજનું ઋણ અદા કરીને બાપુને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.કાર્યક્રમની શરૂઆતમાં સૌ પ્રથમ આનંદ પ્રકાશ બાપુની છબીને ફુલહારથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી આરતી ઉતારવામાં આવી હતી. તેમજ પધારેલા સંતો, મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.  સંત ઘનશ્યામ બાપુ (ઉડાઈવાળા) તેમજ સંત વાલજીબાપુ (રાટીલાવાળા) એ સમાજના વડીલો અને યુવાનોને આશીર્વચન પાઠવ્યા હતા. તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સંતવાણી કાર્યક્રમમાં કલાકારો દિપક જોશી, વિનોદ શિરવાડિયા, રાકેશ જોશી, રીધી જોશીના સથવારે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દિયોદર મામલતદાર પી.એસ.પંચાલ, ટીડીઓ પી.આર. દવે, દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, શૈલેષભાઈ જોશી વકીલ, બી.કે. જોશી વકીલ,માલજીભાઈ દેસાઈ, વાઘજીભાઈ જોશી- દેલવાડા, ભરતભાઈ એચ.જોશી -સુરાણા, હેમંતભાઈ ત્રિવેદી, સોમાલાલ ઉપાધ્યાય, અંબારામભાઈ જોશી, બિપિનભાઈ ત્રિવેદી, દયારામભાઈ સિલ્વા, ભીખીબેન વોરા, પ્રમુખ લાલજીભાઈ જોશી, મંત્રી હાર્દિકભાઈ ત્રિવેદી, ભરતભાઈ જોશી-વકીલ, ડો.અરવિંદભાઈ જોશી, શીતલભાઈ ત્રિવેદી, જીવરાજભાઈ જોશી તેમજ સમાજના આગેવાનો  યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ભોજન પ્રસાદના દાતા તરીકે ત્રાબડીયા અમૃતભાઈ પ્રભુરામભાઈ તેમજ મોમેન્ટના દાતા શાસ્ત્રી રામચંદ્ર દેવશંકર વ્યાસે લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમરતભાઈ જોશી અને કનુભાઈ જોશીએ કર્યુ હતું.આનંદ પ્રકાશ બાપુની  ૧૪મી પુણ્યતીથિ નિમિત્તે 


Download Our B K News Today App



Related News