વાવ ઢીમા રોડ પર આખલાની અડફેટે બેના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-15 15:09:31
  • Views : 425
  • Modified Date : 2020-01-15 15:09:31


વાવ તાલુકાના ઢીમા રોડ ઉપર રોડ વચ્ચે આખલો આવી જતા આખલાની અડફેટે રાજસ્થાનના બે યુવકના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. વાવ તાલુકાના અડીને આવેલા રાજસ્થાનના ઝાલોર જિલ્લાના શીતલવાના સુરાયણી  ભલાયાણી ઢાણી ગામના  ખેતારામભાઈ પ્રહલાદભાઈ કોળી ઠાકોર ઉંમર આશરે ૨૬ તેનો કાકાઇ  ભાઈચેનાભાઈ રત્નાભાઈ કોળી ઠાકોર ઉંમર આશરે ૨૦ બંને મોટરસાયકલ લઈ રવિવારની સાંજે રાજસ્થાનથી ગુજરાતના વાવ તાલુકાના ખિમાણાપાદર ગામે ભાગીયા તરીકે રહેતા રત્નાભાઇ કોળીને ત્યાં આવતા હતા. તે દરમિયાન વાવના ઢીમા રોડ ઉપર પૂર ઝડપે ગફલત ભર્યુ બાઈક ચલાવતા રોડ ઉપર અચાનક આખલો આવતા આખલાને ટક્કર મારતા બંને બાઈક સવારો રોડ ઉપર પટકાતા તેમને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં બન્નેના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. બાઇકની ટક્કર આખલાને વાગતા આખલાનું પણ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. સોમવારે વહેલી સવારે ખેડૂત ખેતરેથી દૂધ ભરાવા જતા તેણે રોડ ઉપર બનેલ ઘટના જોઇ પોલીસની જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે 




Download Our B K News Today App



Related News