થરામાં એસ.એ.સુરાણી વિદ્યાસંકુલમાં દીક્ષાન્ત અને પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 13:19:25
  • Views : 381
  • Modified Date : 2020-03-13 13:19:25

થરામાં એસ.એ.સુરાણી વિદ્યાસંકુલમાં દીક્ષાન્ત અને પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

    કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ઈન્દિરાનગર વિસ્તારની  બાજુમાં  આવેલ  શ્રી કાંકરેજ  તાલુકા કેળવણી મંડળ થરા  સંચાલિત  સેવંતીલાલ  અમૃતલાલ  સુરાણી વિદ્યાસંકુલ, શ્રીમતી કે.કે.શાહ આર્ટસ એન્ડ શ્રીમતી એલ.બી.ગુંજારીયા કોમર્સ કોલેજ, થરા માં બી.એ./બી.કોમ.સેમ-૬ અને એમ.એ./એમ. કોમ.સેમ-૪ ના વિદ્યાર્થીઓનો દીક્ષાન્ત અને પારિતોષિક વિતરણ સમારોહ કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કીર્તિસિંહજી પી.વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ.થરા સ્ટેટ માજી રાજવી ચંદ્રસિંહજી વાઘેલા, કેળવણી મંડળના ઉત્સાહી નવ યુવાન પ્રમુખ ધીરજકુમાર કીર્તિલાલ શાહ,સંકુલના દાતા સેવંતીલાલ અમૃતલાલ સુરાણી,કોમર્સ વિભાગના દાતા ચીનુભાઈ ગુંજારીયા પૂર્વ પ્રમુખ દિનેશભાઈ એસ.શાહ, જીતુભાઈ શાહ, કન્યા વિધાલય થરાના આચાર્ય કેશુભાઈ જોષી, પ્રા.વર્ષાબેન તેમજ કેળવણી મંડળના  ટ્રસ્ટીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવેલ. આ પ્રસંગે કોલેજના વિધાર્થી સંજય કાશીરામભાઈ જોષી એ પોતાની તેજાબી ભાષામા પોતાના પ્રતિભાવો રજૂ કરતા ઉપસ્થિત મહેમાનોએ રોકડ રકમ આપી બિરદાવ્યા હતા. તેજાબી વાણીથી તાળીઓના ગડગડાટથી કોલેજ કમ્પાઉન્ડ ગુંજી ઊઠ્‌યું હતું.  આમ માર્ચ-એપ્રિલ ૨૦૧૯ બી.એ./બી.કોમ.સેમ-૬ અને એમ.એ./એમ.કોમ. સેમ -૪ માં વિવિધ સેમેસ્ટરમાં પ્રથમ, દ્વિતીય,તૃતીય  ક્રમાંક  મેળવેલ  કોલેજના તેજસ્વી તારલાઓને શિલ્ડ અર્પણ કરીબિરદાવવામાં આવ્યા. કોલેજના હિન્દી વિભાગના ડા.સુરેશભાઈ વી.દેસાઈને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળેલ હોવાથી તેમને નવાજવામાં આવ્યા હતા.કોલેજના પૂર્વ આચાર્ય ડા.હેમરાજભાઈ આર.પટેલના  પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.એન.એસ.એસ, એન.સી.સી, સ્પોટ્‌ર્સ  તેમજ વિવિધ સપ્તધારામાં  રાજ્યકક્ષાએ  તેમજ યુનિવર્સિટી કક્ષાએ વિજેતા થતા વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. કોલેજના આચાર્ય ડા.દિનેશકુમાર એસ.ચારણ તથા ઉપસ્થિત મહેમાનોને વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને સુભાશીષ પાઠવેલ.આમ આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા સમગ્ર કર્મચારીગણ હાજર રહી  પ્રસંગને માણેલ. આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમનું  સુચારૂ  સંચાલન  ડા.મયંકભાઈ  જોષી  અને આભારવિધિ ડા.રામજીભાઈ રોહિતે કરેલ.


Download Our B K News Today App



Related News