દીકરીની હત્યાની આરોપી આ મહિલાનાં એક નિવેદનથી ચિદમ્બરમનાં ખરાબ દિવસો શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-21 17:45:57
  • Views : 1122
  • Modified Date : 2019-08-21 17:45:57

દિલ્લી હાઈકૉર્ટે મંગળવારનાં કૉંગ્રેસનાં કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમને આગોતરા જામીન આપવાની ના કહી દીધી, ત્યારબાદ તેમના પર ધરપકડ અને જેલ જવાનું સંકટ ઉભુ થયું. ચિદમ્બરમ પર INX મીડિયા કેસમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. INX મીડિયા કંપનીનો માલિકી હક પીટર મુખર્જી અને તેમની પત્ની ઇન્દ્રાણી મુખર્જી પાસે હતો, ઇન્દ્રાણી કંપનીમાં સીઈઓ હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઇન્દ્રાણીનાં નિવેદને ચિદમ્બરમની સામે કેસ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી.શીના બોરા મર્ડર કેસમાં 2015માં થઈ હતી ધરપકડજણાવી દઇએ કે ઇન્દ્રાણી મુખર્જી અને તેમના પતિ પીટર મુખર્જી, શીના બોરા (ઇન્દ્રાણી અને તેના પૂર્વ પતિ સંજીવ ખન્નાની દીકરી)ની હત્યાનાં કેસમાં મુંબઈ જેલમાં બંધ છે. 2012માં થયેલી હત્યાનાં મામલે પોલીસે 2015માં તેમની ધરપકડ કરી હતી. શીના બોરા મર્ડર કેસ ઘણો ચર્ચામાં રહ્યો હતો. ચિદમ્બરમની સામે કેસમાં સીબીઆઈએ ઇન્દ્રાણીનાં નિવેદનને આધાર બનાવ્યું.2008માં દુનિયાની 50 પ્રતિભાશાળી મહિલાઓમાં સામેલ હતાઅસમનાં એક પરિવારથી નીકળીને મુંબઈમાં મીડિયા કંપની ચલાવનારી ઇન્દ્રાણી એકર વખતે ચર્ચા જગાવનારી હસ્તીઓમાં હતી. વૉલ સ્ટ્રીટ જર્નલે 2008માં તેને દુનિયાની 50 પ્રતિભાશાળી મહિલાઓમાં પણ સામેલ કરી હતી. આ પહેલા ઇન્દ્રાણી કોલકાતામાં આઈએનએક્સ સર્વિસીઝ નામની એક્ઝિક્યૂટિવ સર્ચ કંપની ચલાવતી હતી. કંપનીમાં ત્યારે ફક્ત 10 લોકો કામ કરતા હતા. 2002માં ઇન્દ્રાણી અને પીટરે લગ્ન કર્યા. પીટર સ્ટાર ઇન્ડિયાનાં સીઈઓ પણ રહી ચુક્યા છે. તો જેલમાં લાંબો સમય વિતાવ્યા બાદ 2018માં બંનેએ છૂટાછેડાની કૉર્ટમાં અરજી કરી હતી.આઈએનએક્સ મીડિયાની પૂર્વ સીઈઓ ઇન્દ્રાણી મુખર્જીએ દિલ્લીની એક અદાલતથી INX મીડિયા ભ્રષ્ટાચાર મામલે સરકારી સાક્ષી બનવા માટે અરજી દાખલ કરી હતી અને તેને આની પરવાનગી પણ મળી હતી, ત્યારે કૉર્ટમાં સરકારી એજન્સીઓએ પણ મુખર્જીની પિટિશનનું સમર્થન કર્યું હતુ.

Download Our B K News Today App



Related News