દેશમાં શરુ થઈ ડિજિટલ લોક અદાલત: હવે કોર્ટમાં જવાની જરુર નહીં રહે, પ્રથમ દિવસે જ નોંધાયા રેકોર્ડ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-14 11:36:23
  • Views : 289
  • Modified Date : 2022-08-14 11:36:23


દેશમાં શરુ થઈ ડિજિટલ લોક અદાલત: હવે કોર્ટમાં જવાની જરુર નહીં રહે, પ્રથમ દિવસે જ નોંધાયા રેકોર્ડ કેસ


હવે તમે ઘરે બેસીને પણ કાયદાકીય ન્યાય મેળવી શકશો. દેશમાં પ્રથમ વખત, ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ લોક અદાલતનું આયોજન બે રાજ્યો, રાજસ્થાન સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને મહારાષ્ટ્ર સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા શનિવારે 13 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું. પહેલા જ દિવસે આ કોર્ટમાં 69 લાખથી વધુ કેસ નોંધાયા હતા.


હવે લોકોને ઘરે બેઠા ન્યાય મળશે, તેવી સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે. દેશભરની અલગ અલગ કોર્ટમાં દરરોજ વધી રહેલા કેસો અને પેન્ડીંગ કેસોને જોતા ડિજિટલ લોક અદાલત ભારતીય કાયદાકીય સિસ્ટમના ઈતિહાસમાં માઈલ સ્ટોન સાબિત થશે. 


પ્રથમ દિવસે જ નોંધાયા 69 લાખ કેસ


રાજસ્થાનમાં ડિજિટલ લોક અદાલતમાં કુલ 568 પીઠોનું ગઠન કર્યું, જેમાં કુલ 5,62,295 કેસ નોંધાયા છે. જેમાંથી 2,28,863 કેસ પહેલાના હતા, અને 3,33,432 કેસ રાજ્યની અલગ અલગ કોર્ટમાં પેન્ડીંગ હતા. મહારાષ્ટ્રમાં ડિજિટલ લોક અગાલતમાં કુલ 63,99,983 ટ્રાફિક ચલણના કેસ હતા. જુપિટિસ, જે દુનિયાની પ્રથમ જસ્ટિસ ટેક્નોલોજી કંપની હોવાનો દાવો કરે છે, તેને આ ડિજિટલ લોક અદાલતની મિજબાની કરી હતી. 


ચીફ જસ્ટિસ યૂયૂ લલિતે લોન્ચ કરી


એઆઈ (આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ ) અને બ્લોકચેન દ્વારા સંચાલિત આ ડિજિટલ લોક અદાલતને જૂલાઈમાં જયપુરમાં આયોજીત 18મી અખિલ ભારતીય કાનૂની સેવા પ્રાધિકરણ બેઠક દરમિયાન રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણના અધ્યક્ષ અને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિત દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. 


આ પહેલી વાર હતું, જ્યારે લોક અદાલતમાં એન્ડ ટૂ એન્ડ ડિજિટલ બનાવામાં આવી હતી અથવા લોક અદાલતની પ્રક્રિયામાં કોઈ પણ ઘટના અથવા કાર્ય શારીરિક રીતે આયોજીત કરવામાં આવ્યું નહોતું.


ન્યાય વ્યવસ્થા સુગમ અને પ્રભાવશાળી બનશે


ઐતિહાસિક રીતે લોક અદાલતે તમામ માટે ન્યાય સુધી પહોંચાવાનું નક્કી કરવા માટે સૌથી પ્રભાવશાળી ઉપકરણોમાંથી એક માનવામા આવે છે. જો કે, લોક અદાલતનું ડિજિટલ પરિવર્તન તમામ લોકો માટે સુવિધાજનક છે. તેનાથી લોકોને ખાલી ન્યાય સુધી પહોંચવામાં મદદ જ નહીં પણ કોર્ટમાં શામેલ કોર અને પ્રશાસનિત બંને પ્રક્રિયામાં ડિજિટલ રૂતે બદલીને દેશમાં ન્યાયને વધારે સુગમ અને આસાન બનાવશે.


 


Download Our B K News Today App



Related News