બનાસકાંઠા જિલ્લામાં ડીપ્થેરિયાના ૨૩૭ જેટલા કેસ બહાર આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-10 14:45:30
  • Views : 513
  • Modified Date : 2019-11-10 14:45:30

બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ડીપ્થેરિયાના કેસ બહાર આવતા સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ૨૩૭ જેટલા કેસ ડીપ્થેરીયાના બહાર આવવા પામ્યા છે જેમાં ૧૫ જેટલા બાળકોના મોત પણ નિપજ્યા છે. જેથી જિલ્લાભરમાં આરોગ્ય વિભાગ દ્વારા એક લાખથી વધારે બાળકોને ડીપ્થેરિયાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યા હોવાનું જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.ડીપ્થેરિયાના કેસને લઇને ધાનેરા તાલુકો ગાંધીનગર સુધી ચર્ચાના એરણે ચડ્‌યો હતો અને ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારી ડો.પી.એમ.ચૌધરી તથા તેમની ટીમ દ્વારા તાલુકામાં આવા સસ્પેક્ટેડ ડીપ્થેરિયા દેખાય તેવા કેસ પણ સોધવાનું સતત ચાલુ રાખતાં ૬૦ જેટલા બાળકો મળી આવ્યા હતા અને તમામને સારવાર આપવામાં આવી હતી. જેમાંથી ૭ બાળકોના મરણ થયા હતા. જેને લઇને જિલ્લા આરોગ્ય અધિકારી ડા. એમ.જે.ફેન્સી તથા તેમની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં આ બાબતે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધાનેરા, ડીસા, લાખણી, થરાદ તેમજ અન્ય તાલુકાઓમાં સર્વેની કામગીરીમાં ડીપ્થેરિયાના ૨૩૭ જેટલા કેસ બહાર આવવા પામ્યા છે. તેમજ આ ડીપ્થેરિયામાં જિલ્લાભરમાં ૧૫ જેટલા બાળકોના મોત પણ નિપજ્યા છે. જેથી આરોગ્ય વિભાગે આ બાબતે સાધન કામગીરી હાથ 


Download Our B K News Today App



Related News