ધુમ્મસભર્યાં વાતાવરણને પગલે જંબુસરમાં કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી, એક જ પરિવારના 3 લોકો ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-21 13:14:38
  • Views : 396
  • Modified Date : 2020-02-21 13:14:38

 ધુમ્મસભર્યા વાતવરણના કારણે વિઝીબલિટી ઓછી થઇ જતાં જંબુસર પ્લાઝા સર્કલ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર એક જ પરિવારના બાળક સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પ્લાઝા સર્કલ પાસેથી દિવાન પરિવાર બાઇક ઉપર પાદરાથી કાવી કંબોઈ જઇ રહ્યો હતો,  તે સમયે કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા અકબરશાહ દીવાન, સબાનાબાનું દીવાન અને આલિયા દિવાન ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને 108 એમ્બ્યુલન્સમાં જંબુસર સીએચસી સેન્ટર ખાતે સારવાર માટે ખેસેડાયા હતા ત્યારે  ભરૂચમાં પણ આજે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. જેને કારણે ભરૂચમાં શિત લહેર વ્યાપી ગઇ હતી. ધુમ્મસના કારણે નેશનલ હાઇવે પર વાહન ચાલકોને વાહન ચલાવામાં મુશ્કેલી પડી રહી  હતી. જેથી વાહનો ધીમે ચલાવવા પડ્યા હતા.


Download Our B K News Today App



Related News