7 વર્ષ,3 મહિના અને 3 દિવસ બાદ ન્યાય, નિર્ભયાનાં દોષીઓને આવતી કાલે સવારે ફાંસી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 17:10:48
  • Views : 529
  • Modified Date : 2020-03-19 17:10:48

નિર્ભયા રેપ કેસમાં 20 માર્ચનાં દોષિતોને થનારી ફાંસીનો રસ્તો સાફ થઈ ગયો છે. પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોનાં ડેથ વોરન્ટ પર રોક લગાવવાની ના કહી દીધી છે. અદાલતે આ બાબતે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. ગુરૂવારનાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા થયા. કોર્ટમાં દોષી અક્ષયની પત્નીએ જજની સામે રડવાનું શરૂ કરી દીધું. અક્ષયની પત્નીએ નિર્ભયાની માતા આશા દેવીનાં પગ પકડીને કહ્યું કે તમે મારી મા જેવા છો આ ફાંસીને રોકાવી દો.બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ નિર્ભયા રેપ કેસનાં દોષી અક્ષયની અરજીને ફગાવી દીધી છે. અક્ષયએ રાષ્ટ્રપતિ દ્વારા તેની દયા અરજી ફગાવાને લઇને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. સુપ્રીમ કોર્ટમાં વકીલ એપી સિંહે કહ્યું કે, પોલીસે અક્ષયને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે. તેમણે કહ્યું કે પોલીસે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કર્યો. એપી સિંહે જસ્ટિસ કુરિયન જોસેફનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે પણ મંતવ્ય આપ્યું હતુ કે નિર્ભયાનાં મામલે મોતની સજા પામનારા છોકરાઓ યુવા છે અને તેમના પર દયા દેખાડવી જોઇએ.એપી સિંહે કહ્યું કે, રાજનીતિ માટે આમની જિંદગીનો ઉપયોગ થઈ રહ્યો છે. એપી સિંહે કહ્યું કે તેમની જિંદગીનો ઉપયોગ કરો. તેમને પાકિસ્તાન બૉર્ડર પર મોકલી દો. ચીન મોકલી દો, પરંતુ તેમની જિંદગી ના લો. એપી સિંહે કહ્યું કે શું તેમને ફાંસી પર ચઢાવી દેવાથી રેપ ઓછા થઈ જશે? તેમણે કહ્યું કે, 6 મહિના બાદ તમામ લોકો આ કેસને ભૂલી જશે, પરંતુ આ પરિવાર બરબાદ થઈ જશે. એપી સિંહે કહ્યું કે, તેમને જેલમાં રહેવા દો. મેડિકલ ટ્રાયલ માટે તેમનો ઉપયોગ કરો, પરંતુ ફાંસી ના આપો.

16 ડિસેમ્બર 202ની એ ક્રુર ઘટના

ઉલ્લેખનીય છે કે નિર્ભયા કેસનાં દોષી 32 વર્ષનાં મુકેશ સિંહ, 25 વર્ષનાં પવન ગુપ્તા, 26 વર્ષનાં વિનય શર્મા અને 31 વર્ષનાં વિનય કુમાર સિંહને કાલે સવારે 5.30 વાગ્યે ફાંસી આપવાની છે. આ તમામ હેવાનોએ 16 ડિસેમ્બર 2012નાં નિર્ભયાની સાથે ગેંગ રેપ કર્યો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન નિર્ભયાનું મોત થઈ ગયું હતુ.


Download Our B K News Today App



Related News