ધોનીને લઇ મોટો ખુલાસો, ક્રિકેટમાં જગ્યા નહીં મળે તો શું અભિનય ક્ષેત્રે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 13:37:08
  • Views : 564
  • Modified Date : 2019-08-30 13:37:08

વાત ભારતીય ક્રિકેટ ટીમની હોય અને મહેન્દ્ર સિંહ ધોનીનો ઉલ્લેખ ન થાય તે શક્ય નથી. વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર બાદથી મહેન્દ્ર સિંહ ધોનીને લઇને અલગ-અલગ ખબર આવી રહી છે. દરેક લોકો આ જાણવાની કોશિશમાં છે કે આંતરરાષ્ટ્રીય કરિયરને લઇને મહેન્દ્ર સિંહ ધોનીનું આગામી પગલું શુ હશે, જોકે, તેનો જવાબ ધોની સિવાય કોઇ અન્ય પાસે નથી. એવામાં લોકો પોતાની રીતે તુક્કા લગાવી રહ્યા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આગામી ટી-20 સીરીઝનો પણ ભાગ નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે પોતે પણ આ શ્રેણી માટે અનુપલબ્ધતા વ્યક્ત કરી હતી. આ પહેલા વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ન જઇને મહેન્દ્ર સિંહ ધોની 15 દિવસ આર્મી ટ્રેનિંગ માટે કાશ્મીર ગયા હતા. જોકે, હવે ખબર આવી રહી છે કે ધોની ભવિષ્યને લઇને મોટું પગલું ઉઠાવવા જઇ રહ્યા છે. જોકે આ પગલુ ક્રિકેટથી ન જોડાયેલુ હોય તેની નવી ઇનિંગ્સને લઇને છે. જે તે બોલીવુડમાં રમવા જઇ રહ્યા છે.

જોકે, આ રીતની ખબર સામે આવી રહી છે કે મહેન્દ્ર સિંગ ધોની બોલીવુડમાં રોકાણ કરવાનું મન બનાવી રહ્યા છે અને જલદી જ આ અંગે ઘોષણા પણ કરશે. ખબરો અનુસાર ધોની ફિલ્મ જગતના કોર્પોરેટ ગૃહોની સાથે મળીને ફિલ્મ પ્રોડ્યુસર બોલીવુડમાં નવી ઇનિંગ્સ શરૂ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ધોનીના મેનેજર અને નજીકના મિત્ર નીરજ પાંડેએ કહ્યું કે હંમેશાથી ધોનીને રસ રહ્યો છે તે ફિલ્મોના દીવાના છે.જૉન અબ્રાહમની સાથે શરૂ કરી શકે છે પહેલો પ્રોજેક્ટ

નીરજ પાંડે પોતે પણ ધોની પર એક ફિલ્મ બનાવી ચૂક્યા છે. જેમા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ધોનીનું પાત્ર ભજવ્યું હતું. આ દરમિયાન ધોનીને ફિલ્મ નિર્માણની બારીકી સમજવાની તક પણ મળી, જે તેને ખૂબ ગમ્યુ. રિપોર્ટ અનુસાર ખબર પણ આવી રહી છે કે ધોની તેને મિત્રો અને બોલીવુડ અભિનેતા જૉન અબ્રાહમની સાથે મળીને તેના પહેલા પ્રોજેક્ટ પર કામ કરી શકે છે. જોકે, તેને લઇને કોઇ અધિકારિક નિવેદન હાલ આવ્યું નથી.

Download Our B K News Today App



Related News