દિયોદરમાં ખેડૂતોને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના સ્ટાફ દ્વારા પાક ધિરાણ માટે એક મહિનાથી ધર્મ ધક્કા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 11:41:01
  • Views : 496
  • Modified Date : 2019-05-07 11:41:01

સમગ્ર દેશમાં ખેડૂત આર્થિક મજબૂત બને એવા કેન્દ્ર અને રાજ્ય સરકારો સરાહનીય પ્રયાસો કરી રહી છે. ત્યારે બનાસકાંઠાના દિયોદર તાલુકાના ખેડૂતો સ્ટેટ બેન્ક  દિયોદર શાખાના વહીવટી અધિકારીઓના મનસ્વીપણાનો ભોગ બની રહ્યા છે અને ખેડૂતોને પાક ધિરાણ ૫૦ દિવસથી રોકી રહ્યા છે અને હડધુત કરીને ઉડાઉ જવાબો આપી રહ્યા છે કે અધિકારી  હાજર નથી, તેવું કહીને ધક્કા ખવરાવી રહ્યા છે. ત્યારે ખેડૂતો જણાવે છે કે અમોએ પાક ધિરાણના સહારે અમારું વાર્ષિક ખેતીનું અને ઘરખર્ચનું બજેટ બનાવતા હોઈએ છીએ.  અમોએ માત્ર ૧૦ દિવસના વાયદે રૂપિયા લાવીને ધિરાણ સમયસર ચૂકતે કર્યુ હોવા છતાં અમોને સ્ટેટ બેન્ક દિયોદર શાખા દ્વારા ૫૦ દિવસ જેટલો સમય વીતવા છતાં પાક ધિરાણ ન આપી અને અમોને હડધૂત કરાઈ રહ્યા છે અને જવાબ પણ સરખો નથી આપી રહ્યા. અમારે  ટૂંપો ખાવા જેવી સ્થિતિ સર્જાઈ છે.  લગ્નની સિઝન છે અને લેણદારો આંટા મારે છે. અમારે શું કરવું જેવા અનેક ખેડૂતોના વેધક પ્રશ્નો છે. ત્યારે દિયોદરની એસ.બી.આઈ.ના કર્મચારીઓને ભગવાન સદબુધ્ધી આપે એ જરૂરી છે.  ખેડૂતો હેરાન છે ત્યારે જિલ્લા કલેકટર ખેડૂતોનો અવાજ સાંભળી ખેડૂતોનો સત્વરે પાક ધિરાણ મધ્યસ્થી થઈ અપાવે તે જરૂરી છે. બાકી હાલત કફોડી છે. દિયોદર તાલુકાના ખડૂતોની અને સરકારના ખેડૂતને પગભર કરવાના દાવાઓ પોકળ સાબિત થયા છે.

Download Our B K News Today App



Related News