ડીસા ફરી એકવાર ડી ફોર ડીસા પુરવારડીસામાંથી શંકાસ્પદ ઘીના ૨૫ કાર્ટુન ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 13:18:01
  • Views : 381
  • Modified Date : 2020-03-18 13:18:01

ડીસા ફરી એકવાર ડી ફોર ડીસા પુરવારડીસામાંથી શંકાસ્પદ ઘીના ૨૫ કાર્ટુન ઝડપાયા

બનાસકાંઠાના ડીસામાંથી  ફરી એકવાર શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે, અને ફૂડ વિભાગે આ શુદ્ધ ગાયના ઘીના શંકાસ્પદના સેમ્પલો લઈ વધુ તપાસ અર્થે લેબમાં મોકલી આપ્યા છે. ત્યારે હવે સેમ્પલનો  રિપોર્ટ આવ્યા બાદ જ આ ઘી અસલી છે કે પછી ભેળસેળ યુક્ત માલુમ પડશે.માત્ર  બનાસકાંઠા જ નહીં  પરંતુ સમગ્ર  ગુજરાત અને અડધા રાજસ્થાનમાં ભેળસેળયુક્ત ચીજ-વસ્તુઓના વેચાણ માટેનું એપી સેન્ટર ગણાતા ડીસામાંથી  છાશવારે ભેળસેળયુક્ત ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપાય છે. આ અંગે અગાઉ પણ અનેક જાગૃત લોકોએ, સંસ્થાઓએ અને નેતાઓએ તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાં પણ  સરકારી બાબુઓ અહીં ખુલ્લેઆમ વેચાતા ભેળસેળયુક્ત ચીજવસ્તુઓના કારોબારને  સંપૂર્ણપણે ડામી શક્યા નથી અને તેના કારણે જ ડીસામાંથી છાશવારે નકલી ચીજવસ્તુઓનો વેપલો ઝડપાયા કરે છે.   ડીસા શહેર ઉત્તર પોલીસને બાતમી મળતા જ તેઓએ ડીસા શહેરમાંથી ઘીનો જથ્થો ભરીને જઈ રહેલી છકડો રીક્ષા ઉભી રખાવી તલાશી લેતા તેમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો. ગાયનું શુદ્ધ ઘી નામના લેબલવાળા  ૨૫ કાર્ટુન ભરેલી રીક્ષા ડીસાથી રાજસ્થાન તરફ જઈ રહી હતી.  તે દરમિયાન જ પોલીસે આ શંકાસ્પદ ઘીનો જથ્થો  ભરેલી  રીક્ષા ઝડપી પાડી પોલીસ મથકે લાવ્યા હતા. આ અંગે જાણ કરતાં જ પાલનપુર ફૂડ વિભાગની ટીમ પણ  ડીસા ઉત્તર પોલીસ મથકે દોડી આવી હતી અને ઘીના સેમ્પલ લઇ  વધુ તપાસ અર્થે લેબમાં મોકલી આપ્યા છે. ત્યારે સેમ્પલ આવ્યા બાદ જ ઘી સ્વસ્થ માટે કેટલું  હાનિકારક છે તેનો ખ્યાલ આવશે.પોલીસ દ્વારા ઝડપાયેલ ઘી બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાય તો નકલી ઘીનું મોટું નેટવર્ક બહાર આવી શકે તેમ છે. અગાઉ પણ એલ.સી.બી. પોલીસે ઝડપાયેલ ઘી ડીસામાંથી જતું હોવાનું બહાર આવ્યું છે. જેથી કહી શકાય કે ડીસામાં નકલી ઘીની ફેકટરીઓ હોવાની પુરેપુરી શકયાતો છે.


Download Our B K News Today App



Related News