પાલનપુરમાં ધીમી ગતિથી ચાલતા કામથી લોકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 11:28:47
  • Views : 478
  • Modified Date : 2019-07-07 11:28:47

ગુજરાત સરકાર દ્વારા વિકાસની મસમોટી વાતો કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસની ગતિ હવે ધીમી પડી રહી છે, જેનું મુખ્ય કારણ સ્થાનિક તંત્ર દેખાઈ રહ્યું છે. પાલનપુરના બીજેશ્ચર કોલોનીથી વડલીવાળા પરા વિસ્તાર તરફ જતા રસ્તામાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઈન નાંખવામાં આવી રહી છે. પરંતુ આ રસ્તા પર રોજના હજારોની સંખ્યામાં અહીંથી લોકો પસાર થાય છે.
પરંતુ આ રસ્તા પર છેલ્લાં બે મહિનાથી ગોકળગતીએ ચાલતા આ કામથી લોકો પરેશાન થઈ ગયા છે અને તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વિકાસના કામોને લઈ લોકોને  સુવિધા પૂરી પાડવામા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ વિકાસમાં સ્થાનિક તંત્રના કારણે સરકારને પણ લોકોના રોષનું કારણ બનવું પડે છે. સરકાર કામ  સારું થાય અને ઝડપી થાય એ માટે તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારી અને ઢીલી કામગીરીને કારણ લોકો પરેશાન થતા હોય છે.  ત્યારે હાલમાં પાલનપુર
નગરપાલિકા દ્વારા શહેરના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે.
પરંતુ આ વિકાસના કામોમાં ધીમી ગતિએ ચાલતા હોવાના કારણે લોકોને ભારે
પરેશાની ભોગવવી પડે છે. વાત કરવામાં આવે પાલનપુરના  બીજેશ્ચર કોલોનીથી વડલીવાળા પરા વિસ્તારમાં તરફ જતા રસ્તાની તો પાલનપુર નગરપાલિકા દ્વારા આ રસ્તા પર વરસાદી પાણી ના નિકાલ માટે પાઇપલાઇન નાંખવામાં આવી રહી છે. આ પાઇપલાઇનનું કામ છેલ્લાં બે મહિનાથી ચાલી રહ્યું છે.  પરંતુ હજુ સુધી આ કામ પૂરું થયું નથી, જેના કારણે આ રસ્તા પરથી ચાલતા હજારો વાહનો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુર નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સમગ્ર રોડ ખોદી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાંથી પસાર થતાં હજજારો લોકો હાલમાં આ ધીમી ગતિએ ચાલી રહેલા કામથી પરેશાન થઈ ગયા છે. રાહદારીઓને ચાલવા માટે પણ કોઈ માર્ગ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો તેમજ રાહદારીઓ નગરપાલિકાના કામ સામે રોષ ઠાલવી રહ્યા છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ નથી અને જો હાલ આ જગ્યા પર વરસાદ પડે તો લોકોને ભારે પરેશાન થવું પડે તેમ છે. બીજી તરફ આ રસ્તા પર ચાલતા કામ ન કારણે વાહન ચાલકોને આખો રસ્તો ભમીને જવું પડે છે જેના કારણે તેમના વાહનોમાં પેટ્રોલ તેમજ પોતાનો કિંમતી સમય પણ બગડે છે. ત્યારે હાલ તો અહીંના લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે.
પાલનપુર નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા વરસાદી પાણીના નિકાલ માટે તમામ કામો પૂર્ણ કરવા માટે સરકાર માંથી લાખો રૂપિયાની ગ્રાન્ટો આપવામા આવે છે. પરંતુ પાલનપુર ખાતે છેલ્લાં બે મહિના થી બીજેશ્ચર કોલોની થી વડલીવાળા  પરા સુધી ચાલતા કામમાં કોઈ સરકારી અધિકારી પણ હાજર નથી અને કોન્ટ્રાક્ટર દ્વાર મન ફાવે તેમ કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિસ્તારના લોકોની માંગ છે કે સરકાર દ્વારા આ રોડ પર તાત્કાલિક પાઇપલાઇનનું સારું કામ કરી પૂર્ણ કરવામાં આવે.

Download Our B K News Today App



Related News