નિર્જળા એકાદશીએ યાત્રાધામ ઢીમામાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-14 11:30:32
  • Views : 432
  • Modified Date : 2019-06-14 11:30:32

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં નિર્જળા એકાદશીએ વહેલી સવારથી જ ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હતું. શ્રી ધરણીધરજી ભગવાનના મંદિરે મંદિરનાં પૂજારીગણ દ્વારા મંદિરમાં અને મંદિરની બહાર બન્ને જગ્યાએ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞની આહુતિઓથી સમગ્ર વાતાવરણ ભÂક્તમય બન્યું હતું.  ધરણીધરજી ભગવાન મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે
પીવાના પાણી સહિત મંડપ ડેકોરેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
હિંદુ ધર્મમાં જેઠ સુદ નિર્જળા એકાદશીનું ખુબ જ મહત્વ રહેલું છે. પાંડવપુત્રો બધી જ એકાદશીના વ્રત કરતાભÂક્તમય હતા. પરંતુ ભીમ ક્યારેય પણ ઉપવાસ એકટાણા કરતો ન હતો. આ જેઠ માસની સુદ એકાદશીનું વ્રત ભીમે પણ કર્યુ હતું તેથી આ એકાદશીને ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે. નિર્જળા એકાદશીનું વ્રત વિષ્ણુ અવતારનું હોવાથી વિષ્ણુ મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે. ત્યારે શ્રી ધરણીધર ભગવાન વિષ્ણુ અવતાર છે. જેથી જગપ્રસિદ્ધ યાત્રાધામમાં શ્રી ધરણીધરજી ભગવાન મંદિર અને શ્રી ઢીમણનાગ દાદાના સમગ્ર મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વહેલી સવારથી જ મહિલાઓએ પગપાળા દર્શન કર્યા હતા. વાવ, થરાદ ઢીમાને સાંકળતા હાઇવે પર યાત્રાળુઓની ભીડ જોવા મળી હતી. લોકોએ શ્રી ધરણીધર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Download Our B K News Today App



Related News