કેજરીવાલ ધરણા કરવામાં એક્સપર્ટ છે અમિત શાહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-27 16:27:39
  • Views : 455
  • Modified Date : 2019-12-27 16:27:39

દિલ્હી વિધાનસભા ચૂંટણ પૂર્વે તમામ પાર્ટીઓએ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. ગુરુવારના દિવસે પૂર્વ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે કેજરીવાલ સરકાર અને કોંગ્રેસ ઉપર જારદાર પ્રહાર કર્યા હતા. શાહે વિપક્ષી પાર્ટીઓ ઉપર ઉશ્કેરણીજનક અને નકારાત્મક રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દિલ્હીની જનતાના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજનાબદ્ધરીતે કામ થઇ રહ્યું છે. ચૂંટણી માહોલમાં કોંગ્રેસને ઘેરવા માટે શાહે શીખ રમખાણોનો મુદ્દો ઉઠાવ્યો હતો જ્યારે હાલની દિલ્હી સરકાર પર પ્રદર્શનકારીઓનો સાથ આપવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ સરકાર પર જારદાર પ્રહાર કરતા શીખ રમખાણોના આરોપીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, શીખ રમખાણો બાદ આટલા વર્ષોમાં સુધી કોંગ્રેસની સરકારમાં પીડિતોને ન્યાય મળ્યો નથી. મોદી સરકાર આવવાની સાથે જ એસઆઈટીની રચના કરાઈ અને આજે રમખાણો કરનાર શખ્સો જેલની હવા ખાઈ રહ્યા છે. 


Download Our B K News Today App



Related News