ધારીના પૂર્વ MLA જે.વી. કાકડિયા અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-06 16:44:27
  • Views : 311
  • Modified Date : 2020-09-06 16:44:27

       ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડિયા અને તેમના પત્ની કોકિલાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કાકડિયા દંપતિ હાલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહ્યા છે. તેઓએ સોશિયલ મીડિયા મારફતે કોરોના પોઝિટિવ આવ્યાનું જાહેર કર્યુ છે.તેમજ સંપર્કમાં આવેલા લોકોએ હોમ ક્વોરન્ટીન થવાની અપીલ કરી છે.મારી તબિયત સારી છે: જે.વી. કાકડિયા જે.વી. કાકડિયાએ સોશિયલ મીડિયા થકી જણાવ્યું છે કે, મને કોરોનાના શરૂઆતી લક્ષણો જણાતા મેં ડોક્ટર પાસે તપાસ કરાવી હતી. જેમાં મારો અને મારા ધર્મપત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે. પરંતુ ડોક્ટરની સલાહ પ્રમાણે હોસ્પિટલમાં મારી સારવાર ચાલી રહી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન મારા સંપર્કમાં આવેલા તમામ લોકો સ્વૈચ્છાએ હોમ ક્વોરન્ટીન થવા અથવા તો ડોક્ટર પાસે ટેસ્ટ કરાવવા વિનંતી છે. ભગવાન ભોળાનાથ તથા આપ સૌના આશીર્વાદથી હું ઝડપથી સ્વસ્થ થઈ જઈશ.રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ગઈકાલે કોરોના ટેસ્ટ મહુવા ખાતે કરાવવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ સ્વૈચ્છિક રીતે પોતાના ફાર્મ હાઉસ ખાતે ક્વોરન્ટીન થયા છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ પુષ્ટિ આપી હતી. જ્યારે સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા તેમના ફાર્મહાઉસ ખાતે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી દીધો છે. કોરોના પોઝિટિવના સમાચારથી કોંગ્રેસના કાર્યકરો અને ટેકેદારોમાં ચિંતા વ્યાપી હતી. ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા કોરોનાને લઈ ખૂબ ગંભીરતા દાખવી હતી.

Download Our B K News Today App



Related News