વડગામ ધારાસભ્યનું પોલીસને ૪૮ કલાકનું અલ્ટીમેટમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-09 13:44:50
  • Views : 772
  • Modified Date : 2020-03-09 13:44:50

પાલનપુરમાં બાળકીના બળાત્કારીને ઝડપી લેવા  વડગામ ધારાસભ્યનું પોલીસને ૪૮ કલાકનું અલ્ટીમેટમ ભોગ બનેલી બાળકીના પરીવારને સહાય ચૂકવવા કરાઇ માંગ પાલનપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં અવાવરૂ મકાનમાં કોઇ નરાધમે ચાર વર્ષની બાળકી ઉપર દૂષ્કર્મ ગૂજાર્યુ હતું. જેની ફરિયાદ નોંધાયા બાદ પણ પોલીસ આરોપીઓને પકડી શકી નથી. જેથી વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરી ભોગ બનનાર બાળકીના પરિવારને સહાય ચુકવવામાં આવે તેમજ ૪૮ કલાકમાં આરોપીઓને ઝડપી લેવાનું પોલીસને અલ્ટી મેટમ આપવામાં આવ્યુ છે. બનાસકાંઠાના પાલનપુર રેલ્વે સ્ટેશન ઉપર તાજેતરમાં કોઇ નરાધમે ચાર વર્ષની બાળકીને અવાવરૂ મકાનમાં લઇ જઇ તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ. જેના  પગલે પોલીસ ભોગ બનનાર બાળકીની માતાની ફરીયાદના આધારે પોલીસની જુદી-જુદી ટીમોની મદદ લઇ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે. પરંતુ પાંચ દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતા  પોલીસને આરોપીઓને  પકડવામાં કોઇ સફળતા મળી નથી.જેના પગલે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા ૪૮ કલાકનું અલ્ટી મેટમ આપવામાં આવ્યુ છે. આ અંગે જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યુ હતુ કે,  પાલનપુર રેલ્વે સ્ટેશન વિસ્તાર ચાર વર્ષની બાળકી ઉપર થયેલા દુષ્કર્મની ઘટનાને પાંચ દિવસ ઉપરાંતનો સમય વિતવા છતા એક પણ આરોપીઓની ધડપકડ કરાઇ નથી. જે ગુજરાત પોલીસ પ્રસાસનની ઘોર નિષ્ફળતા છે. જેથી આગામી ૪૮ કલાકમાં દુષ્કર્મ કરનારા  આરોપીની   ધડપકડ કરવામાં આવે અને યોગ્ય વળતર પીડીતાના પરિવારને ચુકવવામાં આવે તેમજ અવાવરૂ જગ્યામાં ચાલતી અનૈતીક પ્રવૃતીઓ બંધ કરાવવામાં આવે અને તક મળશે તો આ મુદ્દો ગુજરાત વિધાન સભામાં પણ ઉઠાવી બાળકીના પરિવારને ન્યાય અપાવવામાં આવશે.


Download Our B K News Today App



Related News