ધન્યવાદ પ્રધાનમંત્રીજી…3 કલાક બાદ ચીરનિંદ્રામાં સૂઇ ગયા સુષ્મા સ્વરાજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-07 12:56:16
  • Views : 515
  • Modified Date : 2019-08-07 12:56:16

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર સાંભળી આખા દેશમાં શોકની લહેર છે. ભાજપ જ નહીં પરંતુ વિરોધી દળોના નેતા પણ સુષમા સ્વરાજના નિધનથી સ્તબ્ધ છે. નિધનના ત્રણ કલાક પહેલાં જ તેમને કાશ્મીરમાં કલમ 370 હટાવાને લઇ ટ્વીટ કરાઇ હતી. સુષ્મા સ્વરાજે પોતાની ટ્વીટમાં કહ્યું હતું કે હું મારા જીવનમાં આ જ દિવસની પ્રતીક્ષા કરી રહી હતી. દેશ અને દુનિયામાં શ્રેષ્ઠ વકતા તરીકે લોકપ્રિય રહેલા સુષમા એક ખૂબ જ શાનદાર રાજકીય ઇનિંગ્સ રમીને મંગળવારના રોજ દુનિયાને અલવિદા કહી દીધીસુષમાના નિધનના સમાચાર બાદ વારંવાર લોકો તેમની છેલ્લી ટ્વિટને વાંચી રહ્યા છે જે ખૂબ જ માર્મિક છે. AIIMSમાં લઇ ગયાના ત્રણ કલાક પહેલાં જ તેમણે એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાંથી પસાર થવાને લઇ હતું. તેમણે આ બિલ પસાર થતા વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો અને જે પંક્તિ લખી હતી એવું લાગી રહ્યું હતું જાણે તેમને આભાસ થઇ ગયો કે તેઓ આ દુનિયાને છોડીને જઇ રહ્યા છે. સુષમાએ ટ્વિટ કરી હતી પ્રધાનમંત્રી જી-તમને હાર્દિક અભિનંદન. હું મારા જીવનમાં આ દિવસને જોવાની પ્રતીક્ષા કરી રહ્યો હતો.સ્વાસ્થ્યની સમસ્યા હોવાથી આ વખતે ચૂંટણી લડ્યા નહોતાદિલ્હીના પૂર્વ સીએમથી લઇ કેન્દ્રીય મંત્રીમંડળમાં મહત્વપૂર્ણ પદોની જવાબદારી સંભાળી ચૂકેલા સુષમાનું મંગળવાર મોડી રાત્રે એમ્સમાં નિધન થઇ ગયું. તેઓ 67 વર્ષના હતા. તેમણે સ્વાસ્થ્યના લીધે આ વખતે લોકસભા ચૂંટણી લડી નહોતી. પરંતુ વિદિશા જો કે તેમનું લોકસભા ક્ષેત્ર રહ્યું છે, ત્યાંથી ભાજપ ઉમેદવારોનો પ્રચાર કરવા પહોંચ્યા હતા. અસ્વસ્થ હોવા છતાં પણ સરકારના નિર્ણય પર નજર રાખતા હતા.વિદેશ મંત્રી તરીકે શાનદાર રહ્યો કાર્યકાળપીએમ મોદીના પહેલાં કાર્યકાળમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા સુષમાએ દેશમાંથી બહાર રહેલા ઇન્ડિયન ડાયસ્પોરાના મનમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. કારણ કે તેઓ જરાય મોડું કર્યા વગર સમસ્યાઓને ઉકેલી દેતા હતા. તાજેતરમાં જ પાકિસ્તાન જેલમાં બંધ ભારતીય નૌસૈનિક કુલભૂષણ જાધવના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને ખુદ તસવીર પણ શેર કરી હતી. આપને જણાવી દઇએ કે સુષમાના વિદેશ મંત્રી રહેતા ભારતે જાધવ મામલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઉઠાવ્યો હતો.

Download Our B K News Today App



Related News