તહેવારમાં સોનું ખરીદનારા બી એલર્ટ, એક ભૂલની સજા તમે સપનામાં પણ નહીં વિચારી હોય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 15:19:39
  • Views : 472
  • Modified Date : 2019-10-22 15:19:39

તહેવારોમાં સોનાનાં ઘરેણાં ખરીદનારાઓ સાવધાન થઇ જજો. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, જ્યારે આજે પુષ્પ નક્ષત્ર હોવાના કારણે લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોવ છે. પરંતુ જો તમે યોગ્ય કાળજી નહીં રાખ તો, તમારી સાથે મોટી છેતરપીંડી થઇ શકે છે. બીજી બાજુ તહેવારો ટાણે જ્વેલર્સ સહિત અનેક લોકો લોભમણી સ્કીમો લઇને આવતા હોય છે. ત્યારે સસ્તા સોનાની લાલચે તમને મોટો ઝાટકો લાગી શકે છે. માટે તમે જ્યાંથી પણ સોનું કે ચાંદી ખરીદો, પરંતુ પુરેપુરી ખાતરી કરીને ખરીદો..

તહેવારો ટાણે સોનાની ખરીદીમાં છેતરપિંડીનો વેપાર પણ શરૂ થઇ જાય છે. જો તમે પણ સોનું ખરીદવા જઇ રહ્યા છો તો આ અમે તમને જે માહિતી જણાવી રહ્યા છીએ. તેને બરાબર મનમાં ફીટ કરીને પછી જ સોનાની ખરીદી કરો. એક રિપોર્ટ પ્રમાણે તહેવારો ટાણે સોનામાં કેટલાક જ્વેલર્સ એક ખાસ પ્રકારનો પાઉડર મિક્સ કરીને વેચતા હોય છે. આ પાઉડર સોનામાં મિક્સ થઇ જાય પછી ગમે તેટલી ચકાસણી કરવામાં આવે તો પણ જાણ થતી નથી.

તહેવારોમાં જ નહીં પરંતુ જ્યારે પણ સોનું ખરીદો ત્યારે હોલમાર્ક જોઈને જ સોનું ખરીદવાનો આગ્રહ રાખો. હંમેશા હૉલમાર્ક વાળી જ જ્વેલરી ખરીદો. હૉલમાર્ક લાગેલી જ્વેલરી આ વાતની ગેરંટી છે કે જ્વેલરી શુદ્ધ છે કારણ કે આ નિશાન ભારતીય માનક બ્યૂરો દ્વારા આપવામાં આવે છે. જો હૉલમાર્ક વાળી જ્વેલરી પર 999 લખેલું હોય તો સોનું 99.9 ટકા શુદ્ધ છે. જો હૉલમાર્કની સાથે 916 લખેલું હોય તો એ આભૂષણ 22 કેરેટનું છે અને 91.6 ટકા શુદ્ધ છે. સાથે GST વાળું ઓરિજિનલ બિલ લેવાનો આગ્રહ રાખો.તહેવારો ટાણે ગોલ્ડ જ્વેલરી ખરીદતી વખતે તમે સર્ટિફિકેટ લેવાનું ભૂલશો નહીં, સર્ટિફિકેટમાં ગોલ્ડની કેરેટ ક્વૉલિટી પણ જરૂરથી ચેક કરી લો.

સિક્કા અથવા જ્વેલરી ખરીદતી વખતે કાચી ચિઠ્ઠી લઇને થોડાક પૈસા બચાવવાનો ટ્રેન્ડ છે. પરંતુ આ ખોટી ધારણા છે. ઘણી વખત પાછા આપતી વખતે જ્વેલર્સ જાતે જ પોતાની કાચી ચિઠ્ઠી ઓળખતા નથી એટલે પાકું બિલ જરૂરથી લો.

સોનાના જ્વેલરી ક્યારેય પણ 24 કેરેટ ગોલ્ડથી બનતી નથી. એ 22 કેરેટમાં બને છે અને હંમેશા 24 કેરેટ ગોલ્ડથી સસ્તી હોય છે. એટલા માટે જ્યારે પણ સોનાની જ્વેલરી ખરીદો તો એ ધ્યાનમાં રાખો કે જ્વેલર્સ તમારી પાસેથી 22 કેરેટ હિસાબથી પૈસા લઇ રહ્યો છે. જ્વેલર્સ પાસેથી સોનાની શુદ્ધતા અને કિંમતને બિલ પર જરૂરથી લખાવો.

Download Our B K News Today App



Related News