ધાનેરામાં સ્કૂલ ને બાળકો ને માર મારવાની હરીફાઈ જામી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-28 16:10:39
  • Views : 1271
  • Modified Date : 2019-11-28 16:33:22

  • ધાનેરામાં સ્કૂલ ને બાળકો ને માર મારવાની હરીફાઈ જામી હોય તેમ એકજ અઠવાડિયા બે બાળકો ને માર મારતા ચકચાર મચી જવા પામી છે પહેલા આલવાડા અને આજે વિવેકાનંદ સ્કૂલ માં માર મારવાની ઘટના સામે આવી પરિપત્ર જાહેર કરી ને બાળકો ને શિક્ષા ન કરવાનો આદેશ આપવામા આવ્યા છે પણ હાલ ધાનેરા માં શિક્ષકો હેવાન બની ગયા એમ આ જ વિક માં બે બાળકો ને મૂઢ મારવાની ઘટના સામે આવતા વાલીઓ માં ચિતા નું મોજું ફેરવાઈ જવા પામ્યું છે.ધાનેરા ની નામચીન સ્કૂલ એટલે કે વિવેકાનંદ સ્કૂલ અને એમાં જ ધોરણ 9 માં ભણતા  પ્રદીપ પટેલ નામક વિધાર્થી ને વિજ્ઞાન શિક્ષકે મૂઢ માર મારતા ધાનેરા રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જે તાપસ કરતા ડોકટરે ફેક્ચર હોવાની વાત કરતા અન્ય ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો.આ બાબત ની વાલીએ સ્કૂલ ના સતાવાળાઓ ને રજુઆત કરવા જતાં વાલી ની વાત સભળવાનો ઇનકાર કરી દીધો હતો.ત્યારે સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે સુ આ રીતે ભણશે ગુજરાત ? બાળકો ને માર મારવાની આ શિક્ષકો ને સતા કોને આપી ? સુ ગુજરાત સરકાર ની આ નીતિ છે ભાર વિના ના ભણતર ની...આવા અનેક સવાલો વચ્ચે બે ઘટના બનતા ધાનેરા માં  વાલીઓ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે જોવાની એ રહ્યું કે આ બન્ને શિક્ષક વિરુદ્ધ બનાસકાંઠા ડી.ઓ. સાહેબ સુ પગલાં લે છે એ તો આવનારો સમય જ બતાવશે.શિક્ષક ને ગુરુ નો દરજ્જો આપવામા આવે છે સરકાર પણ ભાર વિનાના ભણતર પર ભાર મૂકે છે

Download Our B K News Today App



Related News