ધાનેરાની રોયલ સ્કૂલમાં કબડ્ડી સપર્ધા યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-16 16:53:47
  • Views : 489
  • Modified Date : 2019-12-16 16:53:47

ધાનેરા રોયલ સ્કૂલ દ્વારા ઇન્ટર સ્કૂલ કબડ્ડી ટુનામેન્ટનું આયોજન રમુણ ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં કબડ્ડીની ફાઇનલ મેચ રોયલ ઇગ્લીસ મિડીયમ સ્કૂલ તેમજ રોયલ ગુજરાતી મિડીયમ સ્કૂલ વચ્ચે યોજાઇ હતી. જેમાં રોયલ ઇંગ્લીસ મિડીયમ સ્કૂલનો વિજય થયો હતો. જેથી  વિજેતા ટીમને સંસ્થાના મેનેજીંગ ડીરેકટર નારણસિંહ વાઘેલાના હસ્તે ટ્રોફી અને વિજેતા તમામ વિદ્યાર્થીઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ફાઇનલ મેચમાં બેસ્ટ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ રવિન્દ્રસિંહ વાધેલાને તથા બેસ્ટ ડિફેન્ડરનો એવોર્ડ નરેશ ચૌધરીને તેમજ બેસ્ટ અટેકરનો એવોર્ડ મહેન્દ્ર ચૌધરીને આપવામાં આવ્યો હતો. આ ટુનામેન્ટમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ ખાસ હાજરી આપી હતી. તેમજ ટુનામેન્ટમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પણ બીરદાવવામાં આવ્યા હતા.



Download Our B K News Today App



Related News