ધાનેરાના અનાપુરગઢ ગામ પાસે અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-03 14:24:40
  • Views : 494
  • Modified Date : 2020-01-03 14:24:40

ધાનેરા તાલુકના અનાપુરગઢ ગામ પાસે કાર અને છકડા વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. જેથી છકડામાં બેઠેલા બે ઇસમોને ગંભીર ઇજાઓ થતાં તેમને ૧૦૮ મારફત ધાનેરા સરકારી હોÂસ્પટલ ખાતે લવાયા હતા. પરંતુ હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે આગળ રીફર કરવામાં આવ્યા હતા.ધાનેરા તાલુકાના શિયા ગામના દિનેશભાઇ અમરતભાઇ દેવીપુજક ઉ.૩૦ તથા અમરતભાઇ રામજીભાઇ દેવીપુજક ઉ.૫૦ વાળા ભંગારનો ધંધો કરીને પોતાનુ ગુજરાન ચલાવતા હતા અનેતેઓગામડાઓમાંથી ભંગાર છકડામાં લઇને અનાપુરગઢ તરફથી નાનામેડા તરફ આવી રહ્યા હતા.ત્યારે સામેથી આવતી કારે પુર ઝડપે ટક્કર મારતાં છકડો રસ્તા ઉપર ફંગોળાઇ ગયો હતો અને છકડામાં બેઠેલા આ બન્ને ઇસમોને ગંભીર ઇજાઓ થતાં અને બુમાબુમ કરતાં લોકો દોડી આવ્યા હતા. તેમજ તાત્કાલિક ૧૦૮ ને ફોન કરતાં ૧૦૮ ની ટીમે આ બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે ધાનેરા સરકારી હોÂસ્પટલ ખાતે લાવ્યા હતા અને ફરજ પરના ડો. એસ.એસ. પરમારે સારવાર હાથ ધરી હતી. પરંતુ બન્નેની હાલત ગંભીર જણાતા આ બને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ફરીથી ૧૦૮ મારફત ડીસા સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. તેમજ આ અંગેની જાણ ધાનેરા પોલીસને કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


Download Our B K News Today App



Related News