ધાણાનો લીલો રંગ જાળવી રાખવાના ઉપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-10 16:52:38
  • Views : 412
  • Modified Date : 2020-02-10 16:52:38

ધાણાનો લીલો રંગ જાળવી રાખવાના ઉપાયોબજારમાં લીલા રંગના નાના અપરિપકવ ધાણામાં ઉડ્ડયનશીલ તેલ વધારે હોય છે. આથી તેના વેચાણ ભાવ વધારે મળે છે. જયારે મોડી કાપણી કરવાથી ધાણા મોટા અને ભૂખરા બનતા તેમાં ઉડ્ડયનશીલ તેલનું પ્રમાણ ઘટવાથી વેચાણ કિંમત ઓછી મળે છે. દાણાનો લીલો રંગ જાળવી રાખવા માટે છાંયડામાં સૂકવવા જોઈએ. ધાણામાંથી ધાણાદાળ બનાવવામાં આવે છે. તેમાંથી વધારે સારી કમાણી થાય છે. આ પદ્વતિથી ૨૦ ટકા દાળ અને ૨૦ ટકા ટુકડા બને છે તથા વધુ સમય અને મજૂરની જરૂર પડે છે. જેમાં વધુ ખર્ચ કરવો પડતો હોવાથી હાથસળ પદ્ધતિથી દાળ બનાવવાથી વધુ સારો ફયદો થાય છે. જે ૪૦ ટકા દાળ અને ૧૦ ટકા ટુકડો આપે છે. વધેલો ભુક્કો નાના ટુકડાઓનો પાવડર બનાવી વધારાની આવક મેળવી શકાય છે.મસાલાપાકની ગુણવત્તાનું મુલ્યાંકન તેના ઉડયનશીલ તેલના પ્રમાણ અને બંધારણ પર રહેલાં છે.


Download Our B K News Today App



Related News