દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-08 18:19:46
  • Views : 1358
  • Modified Date : 2020-02-08 18:19:46

 દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો 

બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો પર તવાઈ ચાલી રહી છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીને પાંથાવાડાના એક જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી હતી. જેના પગલે તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફીસર દાંતીવાડા દ્વારા ટીમ સાથે ક્લિનિક પર રેડ કરવામાં આવી હતી. જેમાં શ્રુતિ હોસ્પિટલ અને લેબોટરી ચલાવતો ડિગ્રી વગરનો વિનોદ પટેલ નામનો બોગસ ડોક્ટર મોટી માત્રામાં દાવાઓના જથ્થા સાથે ઝડપાઇ ગયો હતો.દાંતીવાડા તાલુકામાં ગામેગામ વર્ષોથી અનેક આજેય લેભાગુ ડાક્ટરો અડ્ડો જમાવી બેઠા છે. જેમાંથી અમુક બોગસ ડોક્ટરો જિલ્લા આરોગ્ય અધિકારીની કડક કાર્યવાહીથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે  ગુરૂવારે પાંથાવાડામાં વિનોદ પટેલ નામનો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાઇ ગયો હતો. જેના ક્લિનિકમાં મોટી માત્રામાં એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન અને બાટલાઓ મળી આવ્યા હતા. ત્યારે આ ડિગ્રી વગરના ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે નવાઈની વાતતો એ છે પાંથાવાડામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં આ ડોક્ટર વર્ષોથી આટલું મોટું દર્દીઓને પથારીઓ વાળું ક્લિનિક ચલાવતો હતો. પરંતુ આજ સુધી સ્થાનિક જવાબદાર અધિકારીઓ ઉંઘમાં જ હતા. જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં જાણ કરતા રેડ પાડી બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો હતો. 


Download Our B K News Today App



Related News