ધાનેરાના ધાખા ગામે શ્રદ્ધાળુઓએ શીતળા માતાના દર્શન કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 12:32:45
  • Views : 416
  • Modified Date : 2020-08-11 12:32:45

   તાલુકાના ધાખા ગામમાં એકમાત્ર શીતળા માતાનું મંદિર આવેલું છે. છઠ્ઠ પછી શ્રાવણની સાતમના શીતળા માતાજીના મંદિરે પહોંચી શ્રધ્ધાળુઓ માતાજીને ગોળ, સુખડી, બાજરીનો પ્રસાદ કરી સાતમ પર્વની ઉજવે છે. ધાખા ગામે વર્ષમાં બે વાર શીતળા માતાના મંદિરે મેળો ભરાય છે.આ વર્ષે કોરોનાને લીધે તમામ ધાર્મિક તહેવાર અને મેળા બંધ રાખવાનો આદેશ હોઇ ધાખા ગામમાં પણ શીતળા માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી હતી. ધાખા તેમજ નજીકના ગામોમાંથી વ્રતધારી મહિલા તેમજ પુરુષોએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી પ્રસાદ માતાજીને અર્પણ કર્યા હતા.

Download Our B K News Today App



Related News