ધાનેરાના થાવરમાં સંત સિરોમણી દેવલોક પામતા ભક્તો દર્શને ઉમટ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-17 15:03:17
  • Views : 452
  • Modified Date : 2020-08-17 15:03:17

    ધાનેરા તાલુકાના થાવર ગામે પાવન જગ્યા આવેલ છે. જ્યાં સંતશ્રી શ્રી 1008 શ્રી અચળપુરીજી મહારાજની જીવંત સમાધી આવેલ છે અને આ જગ્યાના સંતશ્રી 1008 એવા શ્રી વજેપુરીજી મહારાજ જેને ઓલિયા સંત તરીકેની ઓળખ સમગ્ર ધાનેરા તાલુકા નહી પરંતુ રાજસ્થાનમાં પણ મેળવેલ છે. ત્યારે મહંતશ્રી રવિવારે વહેલી સવારે દેવલોક પામતા તેમના અંતિમ દર્શન માટે થાવર ગામે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને તમામ લોકોએ મોઢે માસ્ક રાખીને શ્રી વજેપુરીજી મહારાજના અંતિમ દર્શન કર્યા હતા.એક તરફ વરસાદી માહોલ હોવા છતાં થાવર ગ્રામજનો તેમજ દુરદુરથી આવેલ તેમના ભાવિકો દ્વારા પાલખી યાત્રા કાઢી હતી. જેમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા અને તેમને તે મંદિરની જગ્યામાં મંત્રોચ્ચાર સાથે સમાધી આપવામાં આવી હતી. આ સમાધી સમયે હાજર રહેનારા તમામ લોકોની આંખમાંથી આંસુઓની ધારાઓ વહેતી જોવા મળી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો અને મહંતો ઉમટી પડ્યા હતા.

Download Our B K News Today App



Related News