ઊંઝાના ઐઠોરમાં ડાબી સૂંઢવાળા ગણેશજીના ચરણોમાં ભક્તો ઇચ્છિત મનોકામનાની પૂર્તિ કરવા ચિઠ્ઠી મૂકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-23 14:52:08
  • Views : 375
  • Modified Date : 2020-08-23 14:52:08

     ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી નિમિત્તે શનિવારે ભક્તોએ ભગવાન ગણેશજીની ઘર, કર્મક્ષેત્ર કે મંદિરમાં દાદાની ધામધૂમથી સ્થાપના કરી. ગણેશજીનું નામ આવે ત્યારે ઉત્તર ગુજરાતના ઊંઝાથી 4 કિમીના અંતરે આવેલા ઐઠોર ગામનો અચૂક ઉલ્લેખ કરવો પડે. અહીં દાદાનું 1200 વર્ષ પ્રાચીન સ્થાનક આવેલું છે. અહીંની મૂર્તિ કોઇ ધાતુ કે પથ્થરમાંથી નહીં પણ રેણું (માટી)થી બનેલી છે અને તે ડાબી સૂંઢની છે. રેણુ સર્જિત ડાબી સૂંઢવાળા ગણેશજીનું મંદિર ભારતભરમાં કદાચ આ એકમાત્ર છે. દાદાની મૂર્તિને દર ચોથના આગળના દિવસે ઘી અને સિંદૂરનો ચોળો કરાય છે. ભક્તો પોતાની ઇચ્છિત મનોકામનાની પૂર્તિ જાણવા દાદાની ચરણોમાં ચિઠ્ઠી મૂકે છે ભક્તો પોતે ધારેલી કોઈપણ કામગીરીનું ફળ સ્વરૂપ જાણવા બે ચિઠ્ઠી બનાવી પૂજારીને હસ્તે દાદાની મૂર્તિ સમક્ષ મૂકી ધારણા કરે અને પૂજારી એ ચિઠ્ઠી જોયા વગર કે વાંચીને ભક્તને એક ચિઠ્ઠી પરત આપે છે. દાદાના મંદિર બહાર એક લાકડાની પાટ ઉપર પડેલું કંકુ ભરેલું કોડિયું ભક્તોના કપાળે તિલક માટે હોય છે. પણ, ભક્તનું કોઈ કામ સવળું પડતું ન હોય તો એ ઊંધો સાથિયો કરે ને સવળું પડે ત્યારે તે જ ભક્ત નિજમંદિરે આવી સીધો સાથિયો કરી જાય છે.ચૈત્ર સુદ ચૌથે મંદિરમાં ફૂલોનો વરતારો અને 7 ધાન્ય ઉપરથી વર્ષફળ જોવાય છે. આ સાત ધાન્ય અલગ -અલગ મંદિરેથી લઇ જઇ ઘરના અનાજના કોઠાર કે પૈસા મુકવાના કબાટમાં સાચવી ઘરની પ્રગતિની મનોકામના રખાય છે..

Download Our B K News Today App



Related News